
મુંબઇ,તા.20 માર્ચ 2020 શુક્રવાર
રોવિદ-૧૯ ફાટી નીકળવાને કારણે ફેલાયેલા ગભરાટને પગલે ગયા સપ્તાહથી મુંબઇ પોલીસના કન્ટ્રોલ રૂમ પર ફોન કોલ્સનો મારો ચલાવાઇ રહ્યો છે. લોકો પોલીસ કન્ટ્રોલ રૂમને કોલ કરી એવી વ્યક્તિઓ વિશે માહિતી આપી છે, જેમને કોવિદ-૧૯ થયો હોવાનું તેઓ માને છે.
૨૪ કલાક મુંબઇ પોલીસના કન્ટ્રોલ રૂમ ચલાવવા લગભગ ૫૦ અધિકારીઓ તહેનાત રહે છે. મુંબઇ પોલીસના પ્રવક્તા ડીસીપી પ્રણય અશોકના જણાવવા મુજબ કન્ટ્રોલ રૂમમાં રોજના ૫૦૦૦ કોલ આવે છે. લોકોને વર્ક ફ્રોમ કરવાનું કહેવાયું હોવાથી આજકાલ ટ્રાફિકજામ અને રોડપરની મારામારીને બદલે કરોના સંબંધી કોલ્સ આવે છે.
પોલીસના જણાવવા મુજબ મુંબઇમાં વાયરસનો ફેલાવો વધતો જાય છે ત્યારે હજુ પણ લોકોમાં આ સમયે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ એ વિશે દ્વિધા પ્રવર્તે છે. એનો સરળ ઉપાય છે ૧૦૦ નંબર ધુમાવવો.
મદદનીશ પોલીસ કમિશનર પ્રશાત માર્ડેએ જણાવ્યું હતું કે અમને વાયરસને લગતા કેટલા ફોન આવ્યા છે એનો અમે ડાટા રાખતા ન હોવાથી રોજ કેટલા કોલ્સ આવે છે એના ચોક્કસ આંકડા અમે નહિ આપી શકીએ. જોકે, આ સંબંધમાં અમને ફોન આવે એટલે અમે એમને બીએમસીનો હેલ્પલાઇન નંબર આપી દઇએ છીએ.
એક વ્યક્તિએ તાજેતરમાં પોલીસને ફોન કરીને એવી માહિતી આપી હતી કે અમારી પાડોશમાં એક ભાઇ હમણાં જ દુબઇથી પાછા ફર્યા છે અને એના હાથ પર બીએમસીએ સેલ્ફકવોરન્ટાઇનનો સ્ટેમ્પ હોવા છતાં તેઓ છુટથી બહાર હરેફરે છે. કોલરે પોલીસને એની સામે કડક પગલા લેવા કહ્યું હતું.
બીજી એક વ્યક્તિએ મુંબઇ પોલીસને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે 'હજુ ગઇકાલે રાત્રે દુબઇથી પાછા ફરેલા એક છોકરાના હાથ પર ૧૪ દિવસના કવોરન્ટાઇનનો સ્ટેમ્પ છે. એ હાથ પનો સ્ટેમ્પ ધોઇ નાખી કોલાબા માર્કેટમાં ઘુમી રહ્યો છે. પ્લીઝ, એને પકડો.'
ડીસીપી પ્રણય અશોકે કહ્યું હતું કે આવા ફોન આવ્યા બાદ અમે સંબંધિ સ્થાનિક પોલીસ સ્ટેશનને એની જાણ કરીએ ચીએ, જેઓ સંબંધિત એરિયામાં જઇ લાગતી વળગતી વ્યક્તિને એકાંતવાસ પાળવાની વિનંતિ કરે છે. જો એઓ અમારી વાત ન માને તો અમે બીએમસીની સંબંધિત વોર્ડ ઓફિસને જાણ કરીએ છીએ કારણ કે પગલા લેવાનો અધિકાર એમને જ છે.
લોકોને કવોરન્ટાઇનમાં રહેવાની વિનંતિ કરવા ઉપરાંત પોલીસે કોલ કરનારનું કાઉન્સેલિંગ કરવાની ફરજ પણ બજાવવી પડે છે.
હમણા એક કેબ ડ્રાઇળરે પોલીસ કન્ટ્રોલ રૂમને 'કોલ કરીને કહ્યું હતું કે મારી કારમાં કેટલાક વિદેશીઓ બેઠા છે. મારે શું કરવું જોઇ એ ? પોલીસે કેબ ડ્રાઇવરને પૂછ્યું હતું કે વિદેશીઓ માસ્ક પહેરવા સેનિટાઇઝર્સ વાપરવા જેવી સાવધાની વર્તે છે કે નહિં ? ડ્રાઇવરે હકારમાં જવાબ આપતા પોલીસે એને કહ્યું હતું કે દરેક વિદેશીને કોરોના વાયરસ થયો નથી હોતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wq2mCA
via Latest Gujarati News
0 Comments