કોરોના વાયરસને કારણે કરણ જોહરની બે ફિલ્મોના ડબ્બા બંધ થઇ જશે!


(પ્રતિનિધિ દ્વારા)      મુંબઇ, તા.20 માર્ચ 2020, શુક્રવાર

કરણ જોહરની આગામી બિગ બજેટ ફિલ્મ ડબાબંધ થાય તેવો ભય સેવાઇ રહ્યો છે. 

કોરોના વાયરસને કારણે બોલીવૂડને મોટો આર્થિક ફટકો લાગ્યો છે. તે જોઇને કરણ પોતાની આગામી   ફિલ્મ વિશેનો નિર્ણય મોકૂફ રાખે તેવી ચર્ચા છે. 

જોકે નિર્માતાએ આ વિશે સત્તાવાર કોઇ ઘોષણા કરી નથી. 

કરણની તખ્ત અને દોસ્તાના ટુ  વિચારાધીન હતી. પરંતુ બી ટાઉન પર આર્થિક મંદીનો ફટકો પડયો છે તે જોઇને કરણ બે બિગ બજેટ ફિલ્મો નહીં બનાવે તેવી પૂરી શકયતા છે. 

કરણ પોતાની આ બે ફિલ્મોને લઇને ઉત્સાહિત હતો. તેના થોડા દ્રશ્યોનું શૂટિંગ થઇ ગયું છે. પરંતુ હવે તખ્ત અને દોસ્તાના ટુ ફિલ્મ બનવાની શક્યતા નહીંવત છે.તેમ સૂત્રે જણાવ્યું હતું. 

કરણની તખ્તને બહુ રિસપોન્સ મળીરહ્યો નહોતો તેથી આ ફિલ્મ બને તેની શંકા સેવાઇ રહી હતી. ઉપરાંત તખ્તના સ્ક્રિપ્ટ રાઇટરે હાલમાં એક સાંપ્રદાયિક ટ્વીટ કર્યું હતું. આ પછી ફિલ્મની નેગેટિવ પબ્લિસિટી થઇ હતી. જોકે તેમ છતાં કરણ આ ફિલ્મ બનાવવા તૈયાર હતો. પરંતુ હવે તે આ ફિલ્મ બનાવે તેની શક્યતા ઓછી છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a81Ho7
via Latest Gujarati News

Post a Comment

0 Comments