બોલીવૂડના કલાકારો અને તેમના સંતાનો વિદેશથી પરત આવી રહ્યા છે


(પ્રતિનિધિ દ્વારા)       મુંબઇ,તા.20 માર્ચ 2020, શુક્રવાર

કરોનાએ પૂરા વિશ્વને ભરડામાં લીધું છે. બોલીવૂડના કલાકારો પોતે વિદેશથી પરત આવી રહ્યા છે, તેમજ તેમના સંતાનોને પણ પાછા બોલાવી રહ્યા છે. 

તાજેતરમાં ઇરફાન ખાનની પત્ની સુતપ્પાએ ફેસબુક પર એક પોસ્ટ મુકીને સરકારને વિનંતી કરી હતી. તેણે ટાંક્યું હતું કે લંડનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવામાં આવે જેમાં તેનો પુત્ર બાબીલ પણ લંડનમાં ભણી રહ્યો છે.  તે પોતાના પુત્રને એરપોર્ટ પર લેવા ગઇ ત્યારે તેણે પોતે હાથમાં ગ્લવઝ પહેર્યા હતા અને મોઢા પર માસ્ક બાંધ્યો હતો. તેણે પુત્ર સાથે હાથ નહોતા મેળવ્યા તેમજ ભેટી પણ નહોતી.

તે બે કાર લઇને ગઇ હતી. પુત્રને અલાયદી કારમાં બેસાડયો હતો. બન્ને કારના ડ્રાઇવરોને પણ માસ્ક અને ગ્લવઝ પહેરાવામાં આવ્યા હતા. અજય દેવગણ અને કાજોલની પુત્રી સિંગાપોરની ઇન્ટરનેશનલ સ્કુલમાં ભણે છે. કાજોલ પોતે સિંગાપોર જઇને પુત્રી ન્યાસાને  ભારત પાછી લાવી છે. 

જ્યારે જુહી ચાવલા તેના પરિવાર સાથે યુકેથી મુંબઇ પાછી ફરી છે. તેનો પુત્ર યુકેમાં અભ્યાસ કરે છે. જેને મળવા જુહી અને તેનો પતિ જય ગયા હતા. તેની પુત્રી જાહ્નવી પણ ન્યુયોર્કથી પરત આવી ગઇ છે. આ ચારે જણા મુંબઇ સાથે આવ્યા હતા અને હવે  ૧૪ દિવસ સુધી તેઓ આઇસોલેશનમાં રહે છે. 

જ્યારે સુચિત્રા કૃષ્ણમૃતિની પુત્રી કાવેરી પણ અમેરિકાના બોસ્ટનથી પરત ફરી છે અને આઇસોલેશનમાં રહે છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aeJ0iE
via Latest Gujarati News

Post a Comment

0 Comments