ઉત્તર કોરિયામાં કોરોના વાયરસનો એક પણ કેસ નહી હોવાનો સરકારી દાવો


પ્યોંગયાંગ, 30 માર્ચ, 2020 સોમવાર 

આખી દુનિયા કોરાના વાયરસના કારણે વધતા જતા કોવિડ-19ના કેસોથી પરેશાન છે. મુત્યુના આંકડા પ્રતિ કલાકે ખૂબજ ઝડપથી બદલાઇ રહયા છે ત્યારે આ રોગ કેટલાનો ભોગ લે છે એ અંગે વિશ્વ સમૂદાય ચિંતાતૂર બન્યો છે પરંતુ 2.55 કરોડની વસ્તી ધરાવતા ઉત્તર કોરિયા દેશને કોઇ જ પરવા નથી.  છેલ્લા 70 વર્ષથી કિમ ફેમિલીનું ઉત્તર કોરિયા પર શાસન ચાલે છે જેમણે લોકોને બહારની દુનિયાથી સાવ અલિપ્ત રાખવામાં આવ્યા છે આથી ઉત્તર કોરિયામાં કોરોના વાયરસની કેટલી અસર થઇ છે એ અંગે પણ કશીજ માહિતી મળતી નથી. 


એક જ મગની બે ફાડ ગણાતું મૂડીવાદી દક્ષિણ કોરિયા કોરોના વાયરસના સંક્રમણ સામે ઝઝુમી રહયું છે પરંતુ ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે પોતાની ભૂમિ પર કોરાના વાયરસના સંક્રમણનો એક પણ કેસ નથી.  નિષ્ણાતોનું માનવું છે કે 34 વર્ષનો સરમુખત્યાર કિમ જોંગ ઉને દેશની પ્રજાને કોરેન્ટાઇન કરી હોય એવી સ્થિતિ જોવા મળે છે અને અભિવ્યકિતનું નામો નિશાન નથી આથી ઉત્તર કોરિયાની સાચી પરીસ્થિતિ અંગે દુનિયાને કોઇ જ જાણ થતી નથી. હકિકત તો એ છે કે આ દેશમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું છે પરંતુ દાવો જુદો જ કરવામાં આવી રહયો છે, કિમ જોગ ઉન માથાનો ફરેલો સરમુખ્ત્યાર છે તે ધારે તેવું જ દેશનું ચિત્ર રજુ કરે છે.  કોરોના વાયરસની છેલ્લી અપડેટ આપતી વિવિધ વેબસાઇટ્સ પર પણ ઉત્તર કોરિયાની સ્થિતિ અંગે કોઇ જ માહિતી મળતી નથી.  ઉત્તર કોરિયામાં જો કોઇ કોરોનાનું  સંક્રમણ જોવા મળેતો દર્દીને ગોળી મારવાનો આદેશ અપાયો હોવાના સમાચાર  થોડાક સમય પહેલા સોશિયલ મીડિયા પર વહેતા થયા હતા. 

દુનિયાના દેશો કોરોના વાયરસની મહામારી સામે રિસર્ચ, સ્ટડી અને ફંડ માટે એકબીજાને સહયોગ આપી રહયા છે તેવા સંજોગોમાં પરમાણુ શકિત ધરાવતા દેશે શકિતશાળી રોકેટ લોન્ચરનું પરીક્ષણ કર્યુ છે. ઉત્તર કોરિયા એક મહિનામાં સતત ચોથું પરીક્ષણ કર્યુ છે. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી દ્વારા રદ પરીક્ષણ સમયે કિમ જોગ ઉનનું નામ લેવામાં આવે છે એકેડમી ઓફ નેશનલ ડિફેન્સ સાયન્સ દ્વારા કરવામાં આવેલા પરીક્ષણનું સંચાલન સત્તારુઢ દળના ઉપાધ્યક્ષ રી પ્યોંગ ચોલે કર્યુ હતું. દક્ષિણ કોરિયાએ જણાવ્યું કે ઉત્તર કોરિયાએ કાંઠે વસેલા વોનસન શહેરથી રવિવારના રોજ બે પ્રેક્ષપાસ્ત્ર જાપાન સાગર (ઇસ્ટ સી) માં છોડયા હતા. મિસાઇલની રેન્જ 230 થી 250 કિમી સુધીની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે  22 માર્ચના રોજ અમેરિકાના ડોનાલ્ડ ટ્મ્પે ઉત્તર કોરિયાના વ઼ડા કિમ જોંગ ઇનને સહયોગ કરવા પત્ર લખ્યો હોવાનું આંતરરાષ્ટ્રીય મીડિયામાં સમાચાર પ્રસારિત થયા હતા.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UrQskF
via Latest Gujarati News

Post a Comment

0 Comments