મુંબઈ, તા. 26 માર્ચ 2020 ગુરૂવાર
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ માટે લૉકડાઉન જાહેર કરતા લોકોએ જીવન જરૂરિયાત વસ્તુ ખરીદવા લાંબી લાઈન લગાડવાની શરૂઆત કરી છે. આથી મુંબઈ પોલીસે સંયમ અને શાંતિ જાળવવાની ટ્વિટર દ્વારા વિનંતી કરી છે. સુરક્ષાનો સંકલ્પ કરવા અને તહેવારની શુભેચ્છા પણ આપવામાં આવી હતી. આ સિવાય કોઈપણ પ્રકારની ફરિયાદ કરવા મુંબઈ પોલીસની હેલ્પલાઈન પર સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે.
ખરીદી કરવા લોકોની ગર્દીના લીધે કોરોના થવાની શક્યતા છે. આથી પોલીસ વારંવાર લોકો ઘરની બહાર ન નીકળવાની અપીલ કરે છે. આમ છતાં લોકો ઘરની બહાર ફરતા નજરે પડે છે.
લોકોને સમજાવવા પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી જનજાગૃતિ શરૂ કરી છે.
મુંબઈગરાને વિનંતી કરવામાં આવે છે કે લૉકડાઉનના સમય દરમિયાન તમામ અતિઆવશ્યક સેવા, દુકાન ખુલી રહેશે. તમામ પ્રકારની વસ્તુ આપની નજીકની દુકાનમાં રાબેતામુજબ મળી શકશે. કૃપયા કરીને સંયમ અને શાંતી જાળવો. કોઈપણ પ્રકારની અસુવિધા કે મુશ્કેલી હોય તો 100 નંબર પર સંપર્ક કરવો, એમ મુંબઈ પોલીસે ટ્વિટર દ્વારા જણાવ્યું હતું.
આ ઉપરાંત ફળ, શાકભાજી, દવા અને અન્ય જરૂરી વસ્તુ લઈ જનારા ડ્રાઈવરને વાહન પર જોઈ શકાય એવી રીતે નોંધ લગાડવાનું જણાવવામાં આવ્યું છે. આ વાહનોને કોઈ અડચણ ન થાય માટે મુંબઈ પોલીસે કોરોના ટ્રાફિક હેલ્પલાઈન શરૂ કરી છે.
હાલમાં જે કોઈ વ્યક્તિને ફરિયાદ કરવી હોય તો પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી. 100 નંબર પર સંપર્ક કરતા પોલીસની ટીમ ઘરે પહોંચી જશે, એમ ટ્વિટરમાં વધુમાં કહ્યું હતું.
સરકારની ચેતવણીની અવગણના કરી શાકભાજી અને જીવનાવશ્યક ચીજોની ખૂલ્લેઆમ કાળાબજારી
કોરોના મહામારીનો મુકાબલો કરવા માટે સહુ કટીબદ્ધ થયા છે, ત્યારે સરકારી ચેતવણીની અવગણના કરી શાક વેંચતા કાછીયાઓકોટલાંક દૂધવાળા અને બીજી જીવનાવશ્યક ચીજો વેંચનારાઓ ડબલ કે ત્રણ ગણાં ભાવ પડાવી ગ્રાહકોને લૂંટે છે. મુઠ્ઠીભર મરચાં જે પાંચ રૂપિયામાં મળતાં તેના 20 રૂપિયા પડાવાય છે. આ શાકવાળાઓ સામે કોઈ પગલાં નથી લેવાતાં. આ રીતે કાળાબજાર કરવાવાળા સામે નાગરિકોએ રોષ વ્યક્ત કર્યો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WHLPEQ
via Latest Gujarati News
0 Comments