કોરોનાના કારણે દેશના જાણીતા મંદિરોમાં લાગી ગઈ જાત જાતની પાબંધીઓ, જાણો

નવી દિલ્હી, તા.17 માર્ચ 2020, મંગળવાર

કોરોના વાયરસના ખતરાના કારણે દેશના જાણીતા મંદિરોમાં પણ દર્શન કરવા માટે જાત જાતની પાબંદીઓ લાગી ગઈ છે.

ભીડમાં આ વાયરસનો ચેપ લાગવાનો ખતરો વધી જતો હોવાથી કેટલાક મંદિરોએ દર્શન બંધ કરરવાનો ફેંસલો કર્યો છે. મુંબઈમાં ખ્યાતનામ સિધ્ધિવિનાયક મંદીરને અચોક્કસ મુદત સુધી બંધ કરી દેવાયુ છે. શિરડીનુ સાંઈબાબા મંદિર પણ ભક્તો માટે હાલમાં બંધ કરવામાં આવ્યુ છે.

ઉજ્જેનના જાણીતા મહાકાલ મંદિરમાં રોજ સવારે થતી ભસ્મ આરતીમાં ભક્તો હાજરી નહી આપી શકે. મંદિરમાં દર્શન માટે ખાસ એડવાઈઝરી જાહેર કરાઈ છે.

કટરા ખાતે માતા વૈષ્ણવ દેવી મંદિરમાં વિદેશથી ભારત આવનારા ભારતીયો તેમજ વિદેશીઓને 28 દિવસ સુધી દર્શન કરવાની મંજૂરી નહી મળે.

ઓરિસ્સાના જગન્નાથ મંદિરમાં ભાવિકોએ પૂજા વખતે માસ્ક પહેરવો પડશે અને સતત હાથ ધોવા પડશે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d3P677
via Latest Gujarati News

Post a Comment

0 Comments