ભોપાલ, તા.17 માર્ચ 2020, મંગળવાર
મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે બેંગ્લોરમાં હાજર 22 બળવાખોર કોંગ્રેસી ધારાસભ્યોએ મીડિયા સાથે વાતચીત કરી હતી.
તેમણે કહ્યુ હતુ કે, અમે કમલનાથ સરકારની કાર્યશૈલીથી ખુશ નથી.જ્યોતિરાદિત્ય સિંધિયા અમારા નેતા છે. અમે ભોપાલ પાછા ફરવા તૈયાર છે પણ અમને કેન્દ્રીય સુરક્ષાબળોની સુરક્ષા આપવામાં આવે.
ભાજપમાં સામેલ થવાના પ્રશ્ન્ અંગે તેમણે કહ્યુ હતુ કે, અમે હજી આ બાબત પર વિચાર કરી રહ્યા છે.અમને ભાજપને બંધક નથી બનાવ્યા. અમે અમારી મરજીથી આવ્યા છે. જો સિંધિયા પર હુમલો થઈ શકે તો અમે કેવી રીતે સુરક્ષિત કેવી રીતે હોઈ શકીએ. કમલનાથ પાસે અમારી વાત સાંભળવાનો સમય નથી.રાજ્યને મોટા માફિયાઓ ચલાવી રહ્યા છે.
ધારાસભ્યોએ કહ્યુ હતુ કે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનાવવામાં સિંધિયાનો મહત્વનો રોલ હતો. આમ છતા તેમની જગ્યાએ કમલનાથને સીએમ બનાવાયા હતા. અમને હતુ કે બધુ બરાબર ચાલશે પણ તેવુ થયુ નથી. કમલનાથે અમને ક્યારેય 15 મિનિટ માટે પણ શાંતિપૂર્વક સાંભળ્યા નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33poSHE
via Latest Gujarati News
0 Comments