નવી દિલ્હી, તા.17 માર્ચ 2020, મંગળવાર
યુપીમાં કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વનો નિર્ણયો લીધા છે.
સરકારી કચેરીઓમાં થતી ભીડને ખતમ કરવા માટે હવે સરકારી કર્મચારીઓને ઘરેથી કામ કરવા સૂચના અપાઈ છે. કોરોના વાયરસની યુપીમાં મફત સારવાર કરવાની જાહેરાત કરાઈ છે.આ માટે એક કમિટી પણ બનાવાઈ છે.
આ સિવાય યુપીમાં શાળા કોલેજ, તમામ પરિક્ષાઓ સ્થગિત કરી દેવાઈ છે. સ્કૂલો, કોલેજો અને થીયટરો બંધ રાખવાની તારીખ આગળ વધારીને 2 એપ્રિલ કરી દેવાઈ છે. યુપીના તમામ પર્યટન સ્થળો પણ 31 માર્ચ સુધી બંધ રહેશે.
માસ્ક અને સેનિટાઈઝરના કાળાબજાર ના થાય તે માટે ફૂડ એન્ડ્ર ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને તાકીદ કરવામાં આવી છે. કાળા બજાર કરનારાઓ પણ આકરી કાર્યવાહી થશે તેવુ એલાન યુપી સરકારે કર્યુ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TYM0Ki
via Latest Gujarati News
0 Comments