નવી દિલ્હી, તા.17 માર્ચ 2020, મંગળવાર
દેશમાં કોરોના વાયરસના ફેલાવાના વધતા જતા જોખમ વચ્ચે પણ દિલ્હીમાં સીએએના વિરોધમાં શાહીનબાગના ધરણા ખતમ કરવા માટે આંદોલનકારીઓ તૈયાર નથી.
આજે આ ધરણાને 94 દિવસ થયા છે. દિલ્હીની સરકારે 50 થી વધુ લોકો એકઠા ના થાય તેમ માટે આદેશ કર્યો છે. ઉલટાનુ અહીંયા ધરણા પર બેસનારા લોકોએ સરકારના આદેશ પર સવાલ ઉઠાવીને કહયુ છે કે,જો 50 થી ઓછા લોકો ભેગા થાય તો કોરોના વાયરસની અસર નહી થાય તેની કોઈ ગેરંટી આપે છે? કેજરીવાલની આમ આદમી પાર્ટી હવે મિનિ બીજેપી બની ગઈ છે.
આંદોલનકારીઓએ કહ્યુ હતુ કે, હવે તકેદારીના ભાગરૂપે આંદોલનકારીઓ એક બીજાથી અંતર રાખીને બેસશે. પણ ધરણા ચાલુ રહેશે. ધરણાથી બાળકોને દુર રખાઈ રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38VpGFt
via Latest Gujarati News
0 Comments