કરિશ્મા કપૂરની પુત્રીનું 10 વરસની વયે ફિલ્મમાં ડેબ્યુ


મુંબઇ,17 માર્ચ 2020 મંગળવાર

કરિશ્મા કપૂરે લાંબા સમય બાદ અભિનયમાં ફરી કારકિર્દી શરૂ કરી છે. જોકે તેણે રૂપેરી પડદાના સ્થાને વેબ સીરીઝની પસંદગી કરી છે. હવે તેની ૧૦ વર્ષીય પુત્રી સમાયરા કપૂર પણ એક ટૂંકી ફિલ્મ દ્વારા ડેબ્યુ કરી રહી છે. 

કરિશ્માની પુત્રી સમાયરા એક શોર્ટ ફિલ્મ 'દોડ'થી કારકિર્દી શરૂ કરી રહી છે. આ શોર્ટ ફિલ્મની ખાસ વાત એ છે કે, અનન્યા પાંડેની બહેન રયાસા પાંડેએ આ ફિલ્મનું લેખન-દિગ્દર્શન કર્યું છે. જયારે ચંકી પાંડે ફિલ્મનો નિર્માતા છે. 

સમાયરા કપૂરની સાથે સાથે તેનો ભાઇ જહાન કપૂર પણ આ ફિલ્મમાં જોવા મળવાનો છે. તેણે સમાયારાના મિત્રનો રોલ નિભાવ્યો છે. 

આ ફિલ્મની વાર્તા એક ઝૂંપડપટ્ટીની છોકરી પર આધારિત છે. જે પોતાની માતાને આર્થિક સહાય કરવા માટે પેન્સિલ વેંચતી હોય છે. આ યુવતીને થોડા યુવકોની પણ મદદ મળે છે અને પછી તે પોતાના સ્વપ્ન પૂરા કરે છે.  

૨૦૧૫માં કરિશ્માની પુત્રી સમાયરાએ એક શોર્ટ ફિલ્મ ડાયરેક્ટ કરી હતી.

આ ફિલ્મને ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં દર્શાવામાં આવી હતી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d7VgDj
via Latest Gujarati News

Post a Comment

0 Comments