
મુંબઇ,17 માર્ચ 2020 મંગળવાર
શાહરૂખ ખાન હાલ ફિલ્મોમાં અભિનયમાં રૂચિ લેતો નથી, પરંતુ તેનું પ્રોડકશનહાઉસ એક ુપછી એક ફિલ્મોનું નિર્માણ કરીરહ્યું છે. હવે તે ૨૦૧૮માં મુઝફ્ફરપુરમાં બાલિકા ગૃહના સંચાલન કરનારી સંસ્થા સેવા સંકલ્પ તેમજ વિકાસ સમિતિમાં થયેલા જાતીય શોષણપર ફિલ્મ બનાવી રહ્યો છે.
આ બાલિકા ગૃહનું સંચાલન એનજીઓના માધ્યમથી થતું હતું. આ આશ્રમ ચલાવનારા અને કામ કરનારા લોકો અહીં રહેતી બાલિકાઓનું જાતીય શોષણ કર્યું હતું તેમજ તેમને સખત માર પણ માર્યો હતો. આ વાતનો ખુલાસો તાતા ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાઇનસિસના એક સોશિયલ ઓડિટે બિહારમાં કર્યો હતો. મામલાની જાણ થતાં જ તેમાં રહેલી યુવતીઓને બચાવામાં આવી હતી અને તેમને મધુબની, પટના અને મોકામા મોકલવામાં આવી હતી. આ ચર્ચિત મામલા પર બનનારી ફિલ્મનું દિગ્દર્શન પુલકિત કરવાનો છે. તેણે આ વિષય પર રિસર્ચ કર્યું છે. શાહરૂખને આ વિષય પસંદ આવતા જ તેણે ફિલ્મના નિર્માતા બનવાની તૈયારી દાખવી હતી. કહેવાય છે કે, આ ફિલ્મમાં લીડ રોલ પત્રકારનો હશે, જોકે હજી સ્ટાર કાસ્ટની પસંદગી કરવામાં આવી નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TWa3tg
via Latest Gujarati News
0 Comments