મહારાષ્ટ્રમાં કોરોનાને લીધે મૃત્યુનો પહેલો કેસ મુંબઇમાં નોંધાયો


મુંબઈ,17 માર્ચ 2020 મંગળવાર

કર્ણાટક, દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનો ત્રીજો દરદી મૃત્યુ પામ્યો છે. મુંબઇમાં કોરોના ઉપચાર લઇ રહેલા ૬૪ વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું છે. કોરોના સહિત આ વિવિધ ઉપચાર આ વૃદ્ધ પર શરૂ હતા. મુંબઇના કસ્તુરબા હોસ્પિટલમાં આ વૃદ્ધે આજે સવારે ૭ વાગે અંતિમ શ્વાસ લીધા હતા. આ મૃતક વૃદ્ધની પત્ની અને પુત્ર પર આ બીમારીના ભરડામાં લપેટાયા છે. તેઓનો ઉપચાર પણ કસ્તુરબા હોસ્પિટલમાં થઇ રહ્યો છે. આ મૃતક દુબઇથી પ્રવાસ કરીને મુંબઇ આવ્યા હતા. આમ દેશમાં આ બીમારીનો મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે. અને ૧૨૭ જણ કોરોના દરદી વિવિધ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

દેશમાં ૩૯ દરદીઓ સાથે સૌથી વધુ કોરોના વાઇરસના કેસ ધરાવતું મહારાષ્ટ્ર છે. એમાં ત્રણ વર્ષના બાળકને કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. મુંબઇના અનેક હોસ્પિટલમાં આઇસોલેસન કક્ષમાં ઉપચાર શરૂ છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં પ્રથમ મૃત્યુનો કેસ બન્યો છે.

મુંબઇ સહિત રાજ્યભરમાં કોરોના વાઇરસનો ભય લોકોમાં ખૂબ જ ફેલાયો છે. પરંતુ લોકોએ ગભરાવાની જરૂર નથી પણ કાળજી લેવી જરૂરી છે. એમ કહીને આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે દુબઇથી પ્રવાસ કરીને આવેલા ૬૪ વર્ષીય કોરોના વાઇરસના દરદીએ આજે સવારે સાત વાગે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો છે. આ વ્યક્તિ પાંચ માર્ચના રોજ દુબઇથી મુંબઇ આવ્યા હતા. તેમને ૭ માર્ચના રોજ ખાનગી હિંદુજા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. તેમની તબિયત વધુ કથળતા તેમની ચકાસણી કરતા કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારબાદ ૧૨ માર્ચના રોજ તેમને કસ્તુરબા હોસ્પિટલમાં કોરેનટાઇન કક્ષમાં નિવાસસ્થાનની ઘાટકોપરની સોસાયટી જંતુ રહિત કરી હતી. ૧૩ માર્ચના રોજ તેમની પત્ની અને પુત્રને કોરેનટાઇન કરીને ટેસ્ટ કરવામાં આવતા બંને કોરોના વાઇરસના પોઝીટીવ દરદી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

૧૭ માર્ચના રોજ સવારે ૭ વાગ્યે કસ્તુરબા હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે. તેમની પત્ની અને પુત્ર બંને કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. 

રાજ્યમાં કોરોના વાઇરસના દરદીની સંખ્યા ૩૯ થઇ છે. રાજ્યમાં ૧૦૮ લોકોને આઇસોલેશન કક્ષમાં દાખલ કરાયા છે. જ્યારે ૧૦૬૩ જણને ઘરમાં કોરેનટાઇન કરાયા છે. એમાં પૈકી ૪૪૨ જણ ૧૪ દિવસ પૂર્ણ કર્યા છે. એવી માહિતી રાજેશ ટોપેએ આપી હતી.

ખાનગી હિંદુજા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ૧૨ માર્ચના રોજ વધુ તકલીફ થતા તેમની ચકાસણી કરતા કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો ત્યાં તેમના પર શ્વાસ લેવા સંબંધે ઉપચાર કરાતો હતો. ત્યારબાદ તેને કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. શરૂઆતમાં તેમને ઉપચાર મળતા પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ આજે સવારે ૭ વાગે તેમનું મૃત્યુ થયું હતું. એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું. 

રાજ્યમાં કોરોના વાઇરસના દરદીની સંખ્યા: પિંપરી- ચિંચવડ -૯, પુણે-૭, મુંબઇ-૬, નાગપુર- ૪,  યવતમાળ- ૩, નવી મુંબઇ- ૩, કલ્યાણ- ૩, રાયગઢ- ૧,  થાણે-૧.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/390y9at
via Latest Gujarati News

Post a Comment

0 Comments