
મુંબઈ,17 માર્ચ 2020 મંગળવાર
કોરોના વાઇરસના ભરડામાં લપેટાયેલું મહારાષ્ટ્રમાં આ બીમારીને રોકવા માટે પ્રતિબંધાત્મક ઉપાય યોજના અંતર્ગત રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા (મહાપાલિકા-નગરપાલિકા, પંચાયત, ગ્રામ પંચાયતો) સંબંધિત સર્વ ચૂંટણી નવા આદેશ ન મળે ત્યાં સુધી સ્થગિત ક રવામાં આવી છે, એમ રાજ્યના ચૂંટણી કમિશનર યુ.પી.એસ. મદાને આજે જાહેર કર્યું હતું.
રાજ્યમાં કોરોના વાઇરસની (કોવિડ-૧૯) બિમારી ફેલાતી અટકાવવા પ્રતિબંધાત્મક ઉપાય યોજના તરીકે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓને પાછી ઠેલવવાની વિનંતી રાજ્ય શાસને રાજ્ય ચૂંટણી કમિશનરને કરી હતી.
મુંબઇની વડી અદાલતે ૧૦ ઓગસ્ટ ૨૦૦૫ના રોજના નિકાલ અનુસાર નૈસર્ગિંક આપત્તી અથવા આકસ્મિક પરિસ્થિતિ ઉદ્ભવે તો ચૂંટણી પાછી ઠેલવવાનો અધિકાર રાજ્ય ચૂંટણી કમિશનર છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યના ચૂંટણી કમિશનરે સર્વ ચૂંટણીઓ સંબંધિત, પ્રભાગ રચના, મતદાર યાદી તથા પ્રત્યક્ષ ચૂંટણી વગેરે સ્વરૂપના સર્વ કાર્યક્રમોને આજે સ્થગિત કરી હોવાનું જાહેર કર્યું છે.
રાજ્યમાં ૧૯ જિલ્લાના ૧,૫૭૦ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્રિકા ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. આ માટે ૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ મતદાન થવાનું હતું.
આ સાથોસાથ ઔરંગાબાદ અને નવી મુંબઇ મહાનગર પાલિકાની ચૂંટણી ઉપરાંત નાશિક, ધૂળે, પરભણી, તથા થાણે મહાનગર પાલિકામાં પ્રત્યેક એક ખાલી પડેલી બેઠકરની પેટા ચૂંટણી યોજવાની પ્રક્રિયા શરૂ હતી. વસઇ- વિરાર મહાનગર પાલિકા, અંબરનાથ, કુળગામ- બદલાપુર, વાડી, રાજગુરુનગર, ભડગાવ, વરણગાવ, કેજ, ભોકર, અને મોવાડ આ નવ નગરપરિષદ- નગર પરંચાયતની ચૂંટણી, તેમજ ભંડારા તથા ગોંદિયા જિલ્લા પરિષદ અને તેના અંતર્ગતની ૧૫ પંચાયત સમિતિ, તેમજ લગભગ ૧૨ હજાર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પ્રભાગની રચના સંદર્ભે કાર્યવાહી શરૂ હતી. આ સર્વ કાર્યક્રમનો નવો આદેશ આવે ત્યાં સુધી સ્થગિત રાખવામાં આવ્યો છે.
કોરોના વાઇરસના સંબંધે આગળની કાર્યવાહી સંદર્ભેની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ જ સ્વતંત્ર આદેશ નિર્ગમત કરાશે, એમ મદાને સ્પષ્ટ જણાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IWBU6k
via Latest Gujarati News
0 Comments