મહારાષ્ટ્રમાં કોરોનાની સારવાર માટે 450 વેન્ટિલેટર અને 502 આઈસીયુ બેડની સુવિધા


મુંબઈ,17 માર્ચ 2020 મંગળવાર

મહારાષ્ટ્રમાં જે રીતે કોવિડ-૧૯નો ફેલાવો થઈ રહ્યો છે, તે જોતાં નિષ્ણાતોનું કહેવું છે કે, આ ચેપના દર્દીઓની ગંભીર સારવાર માટે વધુ આઈસીયુ બેડ તેમજ વેન્ટિલેટર્સની જરુર છે. 

રાજ્યના આરોગ્યમંત્રી રાજેશ ટોપેના જણાવ્યાનુસાર, રાજ્ય મશીનરીમાં ૪૫૦ વેન્ટિલેટર અને ૫૦૨ આઈસીયુ બેડ છે. રાજ્ય સરકારે ૪૫૦ વેન્ટિલેટર્સ સરકારી હૉસ્પિટલોમાં અલગ રાખ્યાં છે, તેમજ જરુર પડી તો ખાનગી હૉસ્પિટલ પાસેથી પણ સુવિધાનો લાભ લેવાશે. 

આ સંદર્ભે એક હૉસ્પિટલના ડૉક્ટર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, મુંબઈની ખાનગી કે જાહેર હૉસ્પિટલમાં મળીને પણ પૂરતી માત્રામાં વેન્ટિલેટર્સ નહીં હોય. દરેક હૉસ્પિટલ તેમાંય ખાસ કરી સરકારી હૉસ્પિટલમાંના એક તૃતીયાંશ બેડ પર વેન્ટિલેટર્સની સુવિધા હોવી જોઈએ. 

શહેરનું મુખ્ય આઈસોલેશન સેન્ટર અત્યારે કસ્તુરબા હૉસ્પિટલમાં કાર્યરત કરાયું છે, જ્યાં ચાર નોન-ઈન્વેસિવ અને ચાર ઈન્વેસિવ વેન્ટિલેટર્સ છે. પાલિકા અધિકારીઓએ જણાવ્યું છે કે, જો કસ્તુરબામાં વધુ જરુર જણાઈ તો મુખ્ય હૉસ્પિટલોમાંથી વેન્ટિલેટર્સને અહીં ખસેડાશે.  



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wllg89
via Latest Gujarati News

Post a Comment

0 Comments