સિંધિયાની પત્ની પ્રિયદર્શિની આ રાજઘરાના સાથે ધરાવે છે ખાસ સંબંધ... જાણો

નવી દિલ્હી, તા. 11 માર્ચ 2020 બુધવાર

સિધિંયા પરિવારની પૂત્રવધૂ એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્ની પ્રિયદર્શિની રાજે સિંધિયા. જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્ની પ્રિયદર્શિનીનો જન્મ ગુજરાતના વડોદરામાં ગાયકવાડ મરાઠા પરિવારમાં થયો છે. 

પ્રિયદર્શિનીની માતા નેપાળના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પ્રિયદર્શિનીનના લગ્ન 12 ડિસેમ્બર 1994માં જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે થયા હતા. તે દેશની 50 સૌથી સુંદર મહિલાઓમાં સ્થાન પામી ચૂકી છે.


દેશની સુંદર રાજકુમારીઓમાં છે સામેલ

- પ્રિયદર્શિની દેશની સૌથી સુંદર રાજકુમારીઓમાં સ્થાન પામી છે.

- ફેમિનાએ તેમને 2012માં દેશની 50 સૌથી સુંદર મહિલાઓની યાદીમાં સામેલ કરી હતી.

- 2008માં પ્રિયદર્શિનીને બેસ્ટ ડ્રેસ્ડ હોલ ઓફ ફેમ લિસ્ટમાં પણ સ્થાન મળ્યુ હતું.


જ્યોતિરાદિત્ય અને પ્રિયદર્શિનીને છે 2 બાળકો

તેમના પુત્રનું નામ મહાઆર્યમન અને પુત્રીનું નામ અનન્યા છે. તે બંને અત્યારે દૂન સ્કૂલમાં ભણી રહ્યા છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા પણ અહીં જ ભણ્યા હતા.


જ્યોતિરાદિત્ય સિંધિયાનું ઘર

- જ્યોતિરાદિત્ય સિંધિયા 1874માં યુરોપિયન શૈલીમાં બનેલા મહેલ જયવિલાસ પેલેસમાં રહે છે. આ શાહી મહેલમાં કુલ 400 રૂમ છે. મહેલની છત પર સોનુ લાગેલું છે. તેના 40 રૂમમાં હવે મ્યૂઝિયમ છે.

- આ પેલેસમાં રોયલ દરબાર હોલ છે. આ હોલ 100 ફૂટ લાંબો, 50 ફૂટ પહોળો અને 41 ફૂટ ઊંચો છે.

- તેની છતથી 140 વર્ષથી 3500 કિલોના બે ઝૂમ્મર લટકેલા છે. આ ઝુમ્મરોને બેલ્ઝિયમના કારીગરોએ બનાવ્યા હતા.

- પેલેસના ડાયનિંગ હોલમાં ચાંદીની ટ્રેન છે જે ખાવા પીરસવા કામ આવે છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aLrfr0
via Latest Gujarati News

Post a Comment

0 Comments