નવી દિલ્હી, તા.28 માર્ચ 2020, શનિવાર
કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટરો અને નર્સોને દેશ સલામ કરી રહ્યો છે.સાથે સાથે પીએમ મોદી પણ તેમની સાથે ફોન પર વાત કરીને તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
મહારાષ્ટ્રની નાયડૂ ગર્વમેન્ટ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા નર્સ છાયાને કદાચ કલ્પના પણ નહી હોય કે પીએમ મોદી નો ફોન તેમને આવી શકે છે. તેમણે જ્યારે ફોન ઉઠાવ્યો ત્યારે સામેથી અવાજ આવ્યો હતો કે, નમસ્તે સિસ્ટર છાયા હું નરેન્દ્ર મોદી વાત કરી રહ્યો છું, તમે કેમ છો..
જેના પર સિસ્ટર છાયાએ કહ્યુ હતુ કે, હું સારી છું સર...એ પછી પીએમ મોદીએ તેમને પૂછ્યુ હતુ કે, તમે તમારા પરિવારને કેવી રીતે આશ્વાસશન આપી શક્યા ..કારણકે તમે કેટલાય દિવસોથી દર્દીઓની સારવાર કરી રહ્યા છો તો પરિવારને પણ તમારી ચિંતા હશે.તેનો જવાબ આપતા સિસ્ટર છાયાએ કહ્યુહ તુ કે, હા ચિંતા તો થાય પણ કામ પણ કરવુ પડશે સર ...
પીએમ મોદીએ સિસ્ટરને પૂછ્યુ હતુ કે, નવા દર્દીઓ આવતા હશે ત્યારે તેઓ ડરેલા રહેતા હશેને ...તેના જવાબમાં સિસ્ટરે કહ્યુ હતુ કે, હા તેમને જ્યારે એડમિટ કરવામાં આવે છે ત્યારે તેઓ ડરેલા હોય છે પણ અમે તેમની સાથે વાત કરીને કહીએ છે કે, ગભરાતા નહી. આ હોસ્પિટલમાંથી સાત દર્દીઓ સારા થઈને ગયા છે. અમે વાત કરીએ છે તો તેમને સારુ લાગે છે
પીએમ મોદીએ તેમને પૂછ્યુ હતુ કે, દર્દીના પરિવારજનો નારાજ થતા હશે તો સિસ્ટરે જવાબ આપ્યો હતો કે, ના તેમને તો અંદર આવવા નથી દેતા.
પીએમ મોદીએ તેમને કહ્યુ હતુ કે, દેશભરમાં સારવાર કરી રહેલા ડોક્ટરો અને નર્સો માટે તમારો શું સંદેશ છે ત્યારે સિસ્ટરે કહ્યુ હતુ કે, એટલુ કહેજો કે ડરને કા નહી...કામ કરને કા.. દેશને જીતાડવાનો છે.
પૂણે સ્થિત નાયડૂ હોસ્પિટલમાં ગઈકાલે જ પીએમઓમાંથી ફોન આવ્યો હતો અને નર્સોના નંબર તેમની પાસે લેવામાં આવ્યા હતા.આ પૈકીની એક નર્સ સાથે આજે પીએમ મોદીએ વાત કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QS0sl6
via Latest Gujarati News
0 Comments