લોકડાઉન પડી ભાંગ્યુઃ દિલ્હી-યુપી બોર્ડર પર હજારો લોકોનો જમાવડો, 1000 બસો મુકાઈ

નવી દિલ્હી, તા.28 માર્ચ 2020, શનિવાર

દિલ્હી અને યુપીની બોર્ડર પર લોકડાઉન સંપૂર્ણપણે પડી ભાંગ્યુ છે. દિલ્હીથી યુપીમાં પોતાના વતન જવા માટે પલાયન કરી રહેલા હજારો લોકોના ધસારાના કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગ ગાયબ છે.

લોકડાઉનના કારણે રોજગાર ધંધા નહી હોવાથી ભૂખ્યા જ મરી જઈશું તેવા ડરથી લોકો પોતાના વતન તરફ  શુક્રવારથી જ ચાલતા નીકળી પડ્યા બાદ અંધાધૂધીના દ્રશ્યો છે. ગભરાટના માર્યા લોકો કોઈ અપીલ સાંભળવા માટે તૈયાર નથી.

બીજી તરફ લોકડાઉન પહેલા આ બાબતને સરકારોએ ધ્યાનમાં લીધી જ નહી હોવાથી વતન તરફ જઈ રહેલા લોકોની હાલત ખરાબ છે. બીજી તરફ આ લોકોના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો ફેલાવો થવાનો ભય ઉભો થયો છે.

લોકોના પલાયનને જોતા હવે તંત્ર એક્શનમાં આવ્યુ છે. યુપી સરકારે યુપી-દિલ્હીની બોર્ડર પરથી લોકોને તેમના ઘરે પહોંચાડવા માટે 1000 બસો મુકવાની જાહેરાત કરી છે.

આજે સવારથી આ બસોની અવરજવર શરુ થઈ ગઈ છે. જે લોકોને યુપીના વિવિધ જિલ્લાઓમાં પહોંચાડશે. જોકે લોકોની સંખ્યાને જોતા આ બસો પૂરતી થઈ રહેશે કે કેમ તે એક સવાલ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aqT5ZM
via Latest Gujarati News

Post a Comment

0 Comments