નવી દિલ્હી, તા.28 માર્ચ 2020, શનિવાર
સરકાર એક તરફ લોકડાઉન કરીને કોરોનાના વ્યાપને રોકવા માટે કોશિશ કરી રહી છે તો બીજી તરફ ઈન્ફોસિસના સોફ્ટવેર એ્ન્જિનિયરે કોરોના ફેલાવવા માટે ફેસબૂક પર અપીલ કરતા જ તંત્ર ચોંકી ઉઠ્યુ છે.
ઈન્ફોસિસે સોશ્યલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થયા બાદ તેને નોકરીમાંથી કાઢી મુકયો છે. પોલીસે તેની આ પ્રકારની હરકત બદલ ધરપકડ કરી છે.
સોફ્ટવેર એન્જિનિયરે પોતાના ફેસબૂક પર લખ્યુ હતુ કે, ચાલો સાથે મળીને બહાર નિકળીએ, ખુલ્લામાં છીંકો ખાઈએ અને વાયરસને ફેલાવીએ.. સોશ્યલ મીડિયા પર આ પોસ્ટની ભારે ચર્ચા શરુ થઈ હતી. જેના પગલે તંત્ર એક્શનમાં આવ્યુ હતુ અને પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી.
દરમિયાન ઈન્ફોસિસે જાહેરાત કરી છે કે, આ જે પોસ્ટ મુકાઈ છે તે ઈન્ફોસિસનો જ કર્મચારી છે અને તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે.
Infosys has completed its investigation on the social media post by one of its employees and we believe that this is not a case of mistaken identity. (1/2)
— Infosys (@Infosys) March 27, 2020
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3duOdot
via Latest Gujarati News
0 Comments