નવી દિલ્હી, તા.29 માર્ચ 2020, રવિવાર
લોકડાઉન વચ્ચે લાખો મજૂરો દ્વારા શહેરોમાંથી ગામડા તરફ થઈ રહેલા પલાયનને રોકવા માટે હવે કેન્દ્ર સરકારે આકરુ વલણ અપનાવ્યુ છે.
કેન્દ્ર સરકારે કહ્યુ છે કે, લોકડાઉનનુ પાલન કરાવવાની જવાબદારી દરેક જિલ્લાના કલેકટર અને એસપીની છે.તમામ રાજ્યો અને જિલ્લાઓની સીમાઓ સીલ કરવામાંઆવે અને બહાર જઈ રહેલા લોકોને સીમાઓ પર કેમ્પ બનાવીને રાખવામાં આવે.
સરકારે એવો પણ આદેશ આપ્યો છે કે, બીજા રાજ્યોમાંથી મજૂરી કરવા આવેલા લોકોના રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે અને તેમને સમયસર પેમેન્ટ પણ આપવામાં આવે.આદેશ નહી માનનારાઓ પર આકરી કાર્યવાહી કરવામાં આવશે.
દિલ્હી સહીતના કેટલાક શહેરોમાંથી મજૂરો પોતાના ગામડાઓ તરફ પગપાળા જ નિકળી ગયા હોવાથી લોકડાઉનનો જે હેતુ છે તેના પર જ ખતરો સર્જાઈ ગયો છે.એકલા દિલ્હીમાંથી જ લાખો લોકો વતન તરફ જતા હોય તેવા દ્રશ્યો ગઈકાલે જોવા મળ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QVpobo
via Latest Gujarati News
0 Comments