નવી દિલ્હી, તા.29 માર્ચ 2020, રવિવાર
લોકડાઉન હોવા છતા ઘણા લોકો યેન કેન પ્રકારે ઘરની બહાર નિકળતા હોય છે. જેમને પોલીસ હવે જાત જાતની સજા કરી રહી છે.
જેમ કે મધ્યપ્રદેશમાં લોકડાઉનનો ભંગ કરનાર મજૂર ને પોલીસેઅટકાવ્યો હતો. તેના માથા પર મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરે લખી નાખ્યુ હતુ કે, મેં લોકડાઉન તોડયુ છે એટલે મારાથી દુર રહોય.
જોકે એ પછી સોશ્યલ મીડિયા પર આ પ્રકારના વર્તન સામે ભારે વિરોધ નોંધાવાયો છે. પોલીસ પણ એક્શનમાં આવી છે અને હવે મહિલા પીએસઆઈ સામે કાર્યવાહી કરવામાં આવશે.
લોકડાઉનનો ભંગ કરનારા સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે.જોકે કેટલીક જગ્યાએ પોલીસ બીનજરુરી બળપ્રયોગ કરી રહી હોવાનુ પણ બહાર આવી રહ્યુ છે. જોકે આ રીતે માથા પર લખાણ લખવાની સજા થઈ હોય તેવી કદાચ દેશની આ પહેલી ઘટના છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dEtv5q
via Latest Gujarati News
0 Comments