PM Care Fundમાં રેલવે પ્રધાન પિયૂસ ગોયલ અને કર્મચારીઓ 151 કરોડ રૂપિયા આપશે

નવી દિલ્હી,29 માર્ચ 2020 રવિવાર

શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના લોકોને કોરોનાવાયરસ રોગચાળો સામે લડવા માટે પીએમ કેર ફંડ (PM Care Fund)માં સ્વૈચ્છિક રીતે દાન આપવા હાકલ કરી હતી.

પીએમ મોદીના આ આહવાન પછી દેશભરના લોકો તેમની સક્ષમતાના આધારે આ ભંડોળમાં દાન આપી રહ્યા છે. હવે રેલવે મંત્રી પિયુષ ગોયલે પણ આ ભંડોળમાં એક મહિનાનો પગાર આપવાની  જાહેર કરી છે. પિયુષ ગોયલે આ માહિતી તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આપી છે.

પિયુષ ગોયલે આપેલી આ માહિતી મુજબ રેલવે પ્રધાન ઉપરાંત રેલ્વે રાજ્યમંત્રી અને 13 લાખ રેલ્વે કર્મચારીઓ અને જાહેર ક્ષેત્રના એકમોના કર્મચારીઓ પણ પીએમ કેર ફંડમાં એક દિવસનો પગાર દાનમાં આપશે. પીએમ કેર ફંડમાં આ કુલ રૂ .151 કરોડ જમા થશે.

તેમણે પોતાની ટવીટમાં લખ્યું કે, 'વડા પ્રધાન નરેન્દ્ર મોદી જીના આહવાન પર હું અને મારા સાથી રેલવે રાજ્યપ્રધાન, સુરેશ અંગડીજી એક મહિનાનો તથા રેલવેના 13 લાખ  અને PSUના સાથીદારોએ એક દિવસના પગાર રૂપે PM CARESમાં રૂ. 151 કરોડની રકમનો સહયોગ આપીશું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39uQdK2
via Latest Gujarati News

Post a Comment

0 Comments