
મુંબઇ, તા.27 માર્ચ 2020, શુક્રવાર
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કરિયાણા અને મેડિકલ સ્ટોર્સ ૨૪ કલાક ખુલ્લા રહેશે એવી બાંહેધરી આપી અને કોઇ પણ પ્રકારના કાળાબજાર કરનારા વિરૂદ્ધ કડક પગલાં લેવાશે એવી ચેતવણી આપી હોવા છતાં અને એપીએમસી માર્કેટ ખુલ્લી રહી છે તોય વિવિધ શાકભાજીનાં કેન્દ્ર ગણાતા બોરીવલીમાં શાકભાજીના ભાવે આસમાને પહોંચી ગયા છે. કિલોના રૂા.૪૦-૫૦ના ભાવે વેચાતા લીલા વટાણાનો ભાવ રૂા.૧૦૦ થી રૂા.૧૨૦નો ચાલે છે. રિગણાં, ફલાવર, કોબી અને અન્ય શાકભાજીના ભાવ રૂા.૨૦ થી રૂા.૨૫ ૨૫૦ ગ્રામના બોલાય છે. એટલે કિલોનો ભાવ રૂા.૧૦૦ થઇ ગયો.
અરે, કાંદા (રૂા.૨૦૨૫ હતા) આજે રૂા.૪૦ થી ૪૫ અને બટાટા પણ (રૂા.૩૦) હતા તે પણ રૂા.૪૦ -૫૦ના કિલોએ વેચાઇ રહ્યા છે. અત્યાર સુધી ટામેટાનો કોઇ ભાવ ન હોતું પૂછતું એ રૂા.૩૫ રૂા.૪૦ (કિલો)ના ભાવે વેચાઇ રહ્યા છે. આટલું ઓછું હોય તેમ કોથમિર લીલા કાંદા, મેથી અને પાલકની ભાજી ઝૂડીના રૂા.૪૦-૪૫ થઇ ઘયા છે.
જોકે મોટાભાગની શાકભાજી બજારમાં દેખાતી નથી. જે ફેરિયા શાકભાજી ફેરિયા વેચે છે એ ગલી મૂંચે બેસીને વેપાર કરે છે. શાકભાજી તેમાંય ખાસ કરીને મેથીની અને પાલખની ભાજી તો વાસી અને સૂકાઇ ગયેલી હોય છે. જે થોડી સારી હોય તેના ભાવ વધુ અને ઝૂંડી નાની હોય છે.
તૂરિયાં, બીંડા, કેપ્સિકન, સરગવાની સિંગ, જેવી શાકભાજી પણ ઘણી મોંઘી મળે છે. ગાજર કે બીટ તો બજારમાં દેખાતા જ નથી.
ફળો મોંઘાદાટ
જથ્થા બંધ ફળો માર્કેટમાં ફળો મળે છે. પણ તેના ભાવ ધમા ઉંચા છે. છૂટક માર્કેટમાં સફરજન (રૂા.૧૮૦ કિલો) દ્રાક્ષ (રૂા.૧૪૦-૧૫૦) પેર (રૂા.૧૮૦) અને સતરા-પાંચ નંગના (રૂા.૫૦)ના ભાવે વેચાય છે. આમ ફળો શાકભાજીના ભાવ ગ્રાહકોની ઉઘાડી લૂંટ થતી હોય એવી આશંકા જન્માવે છે.
કરિયાણા-મેડિકલ સ્ટોર સવારે 10 વાગ્યા પછી ખુલે
બોરીવલીમાં કરિયાણા અને મેડિકલ સ્ટોર્સ સવારે દસ વાગ્યા પછી ખુલી છે અને ગ્રાહકો ચોક્કસ અંતરે ઉભા રહીને દવા-કરિયાણું ખરીદે છે. જોકે સવારે આ દુકાનોમાં પણ લાંબી કતાર લાગે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WQNub8
via Latest Gujarati News
0 Comments