
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.27 માર્ચ 2020, શુક્રવાર
મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનો ચેપ દિવસે દિવસે વધી રહ્યો છે સાંગલી જિલ્લાના ઇસ્લામપૂરમાં આજે એક જ પરિવારના ૧૨ જણ કોરોનાવાઇરસના દરદી મળી આવ્યા આથી ત્યાં કોરોના વાઇરસના ૨૩ દરદી થયા છે. પરિણામે સાંગલી જિલ્લામાં ચિંતાનું વાતાવરણ ફેલાયેલું છે. એટલું જ નહિં આરોગ્ય વિભાગ પણ હચમચી ગયું છે.
ઇસ્લામપુરામાં રહેતું આ પરિવાર સાઉદી અરેબિયાથી પ્રવાસ કરીને આવ્યું હતું એવું કહેવાય છે.
થોડાક દિવસ પૂર્વે એટલે ૨૫ માર્ચના રોજ પણ એખ જ પરિવારના ચાર જણ કોરોના વાઇરસના દરદી મળી આવ્યા હતા.
આ વિસ્તારના એન.સી.પી.ના નેતા તથા વિધાનસભ્ય તથા પ્રધાન જયંત પાટીલે જણાવ્યું હતું કે સરકારે સૂચવેલા તમામ ઉાય યોજનાનું યોગ્ય અમલ કરો. ઇસ્લામપુરમાં રાજ્ય શાસન ખાસ કાળજી લઇ રહી છે. આ શહેરના રહેવાસીઓને જીવન જરૂરિયાત વસ્તુલેવા ઘરની બહાર જવું હોય તો એક જ વ્યક્તિને જવા મળશે. તે વ્યક્તિના હાથ પર સ્ટેમ્પ મારવામાં આવશે. એવા કડક પગલા લેવામાં આવ્યા છે, એમ જયંત પાટીલે જણાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WNmN7b
via Latest Gujarati News
0 Comments