
મુંબઇ, તા.27 માર્ચ 2020, શુક્રવાર
લોક ડાઉનની અસરમાંથી અંતિમવિધી પણ બાકાત નથી રહી શકી, સ્મશાનોઅને કબ્રસ્તાનોમાં આજકાલ ડાઘુઓના ટોળેટોળા નહિ પણ ગણ્યા ગાંઠયા માથા જ નજરે પડે છે. ખ્રિસ્તીઓની અંતિમવિધીનું આયોજન કરનારને અન્ડરટેકર કહેવાય છે. ડિયોન પિડ્રટો નામના અન્ડરટેકરે પોતાના જ વર્ષની કારકિર્દીમાં પહેલીવાર એવું જોયું છે કે મરનાર વન્યક્તિનો એક પણ કુટુંબીજન એની અંતિમ વિધીમાં હાજર ન હોય, પવઇની ૯૯ વર્ષની એક વૃદ્ધાના બધા જ બાળકો વિદેશમાં રહે છે. ભારતમાં ઇન્ટરનેશન ફ્લાઇટસ પર પ્રતિબંધ હોવાથી તેઓ એમની તિમ વિદાય આપવા ન આવી શક્યા. કબ્રસ્તાનમાં વૃદ્ધાના બે સગા આવ્યા હતા.
દફન વિધી પહેલા ચર્ચમાં સામૂહિક પ્રાર્થના નથી થતી અંતિમ સંસ્કાર માટે આવેલ બ્રાહ્મણો મૃત વ્યક્તિના પરિવારજનોને હાથમાં ફુલ પણ નથી આપતા અને મસ્જિદો બંધ રહેતી હોવાતી મુસ્લિમ બિરાદરો અંતિમ નમાઝ ઘરે જ પઢી લે છે.
કોરોનાએ શોકનું સ્વરૂપ પણ બદલી નાખ્યું છે. મૃત વ્યક્તિને હવે ઝાઝા ડાઘુઓની હાજરી વિના ચૂપચાપ ઘર કે હોસ્પિટલથી એમ્બ્યુલન્સમાં સ્મશાન લઇ જવાય છે. ૩૦૦ એમ્બ્યુલન્સ અને બ્રાહ્મણોનું નેટવર્ક ધરાવતા નિતેશ મહેતાએ ગયા સપ્તાહમાં ૧૫ કુટુંબોની એક અભૂતપૂર્વ ઇચ્છા પૂરી કરવી પડી હતી. એમણે મહેતાને એવી વિનંતી કરી હતી કે અમે અમરા સ્વજનનો મૃતદેહ ઘરે લઇ જઇ અથવા ધામક વિધી કરી ઇન્ફેક્શનનું જોખમ લેવા નથી ઇચ્છતા એટલે તમે એમને સીધા સ્મશાન પહોંચતા કરો.
એમ્બ્યુલન્સના ડ્રાઇવરો પણ ઇન્ફેક્શનથી દૂર ભાગી રહ્યા છે. હિન્દુઓની બારમા અને તેરમાની વિધી માટે બ્રાહ્મણો પણ આવતા નથી. જે બ્રાહ્મણો વિધી કરાવવા આવે ચે એ મરનારના કુટુંબીજનોથી દૂર રહે છે. એમને વિધી માટે હાથમાં ફુલ પણ આપતા નથી. મૃત વ્યક્તિના પરિવાજનોને હાથમાં ફુલ પણ નથી આપતા અને મસ્જિદો બેધ રહેતી હોવાથી મુસ્લિમ બિરાદરો અંતિમ નમાઝ ઘરે જ પઢી લે છે.
કોરોનાએ શોકનું સ્વરૂપ પણ બદલી નાખ્યું છે. મૃત વ્યક્તિને ચૂપચાપ ઘર કે હોસ્પિટલથી એમ્બ્યુલન્સમાં સ્મશાન લઇ જવાય છે. ૩૦૦ એમ્બ્યુલન્સ અને બ્રાહ્મણોનું નેટવર્ક ધરાવતા નીતેશ મહેતાએ ગયા સપ્તાહમાં ૧૫ કુટુંબોની એક અભૂતપૂર્વ ઇચ્છા પુરી કરવી પડી હતી. એમણે મહેતાને એવી વિનંતી કરી હતી કે અમે અમારા સ્વજનોને મૃતદેહ ઘરે લઇ જઇ અથવા ધામક વિધી કરી ઇન્ફેકેશનનું જોખમ લેવા નથી ઇચ્છતા એટડલે તમે એમને સીધા સ્મશાન પહોંચતા કરો.
એમ્બ્યુલન્સના ડ્રાઇવરો પણ ઇન્ફેક્શનથી દૂર ભાગી રહ્યા છે. હિન્દુઓની બારમાં અને તેરમાની વિધી માટે બ્રાહ્મણો પણ આવતા નથી. જે બ્રાહ્મણો વિધી કરાવવા આવે છે એ મરનારના કુટુંબીજનોથી દૂર રહે છે. એમને વિધી માટે હાથમાં ફુલ પણ આપતા નથી.
સરકારના અધ્યાદેશમાં પણ વધુમાં વધુ ૨૦ ડાઘુઓને અંતિમવિધીમાં હાજર રહેવાની છુટ અપાઇ છે. જો કે સ્મશાનમાં એટલા લોકો પણ નજરે નથી પડતા. સેવાભાવે અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી આપતી સામાજિક સંસ્થાઓના કાર્યકરો પણ સોમવારથી કામ પર આવતા બંધ થઇ ગયા છે. ટુંકમાં માનવીની અંતિમ સફર એક મુશ્કેલ યાત્રા બની ગઇ છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Us1Opb
via Latest Gujarati News
0 Comments