મહારાષ્ટ્રમાં વધુ 26 દરદી કોરોનાગ્રસ્ત મળી આવતા સંખ્યા વધીને 154 થઇ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.27 માર્ચ 2020, શુક્રવાર

મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનો ચેપ તેજ ગતિએ પ્રસરી રહ્યો છે. આજે વધુ ૨૬ દરદી કોરોના વાઇરસના નોંધાયા હતા. આથી રાજ્યમાં દરદીઓની સંખ્યા ૧૨૮ થી વધીને ૧૫૪ સુધી પહોંચી છે.

કોરોના વાઇરસના આજે મળી આવેલા ૨૬ દરદી પૈકી સાંગલી જિલ્લાના  ઇસ્લામપુરના એક જ પરિવારના ૧૨, મુંબઇ-૯, નાગપુરમાં પાંચ દરદીઓનો સમાવેશ થાય છે.

મુંબઈમાં આજે વધુ એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. જે ૮૨ વર્ષીય સૈફી હોસ્પિટલના ડૉક્ટર હતા. આ સાથે મહારાષ્ટ્રમાં મરણાંક આંક સાત પર પહોંચ્યો છે. ૮૨ વર્ષીય વૃદ્ધ ડૉક્ટરના પૌત્ર ૧૨ માર્ચે લંડનથી મુંબઈ આવ્યો હતો એને કોરંટાઈન કર્યો હતો. પરંતુ ડૉક્ટર કોરોનાના લપેટમાં આવી ગયા હતા. જેમનું મૃત્યુ આજે થયું હતું.

મુંબઇમાં મળી આવેલા અને કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલા નવ દરદી પૈકી મુંબઇના છ અને થાણેના-બે અને એક ગુજરાતનો દરદીનો  સમાવેશ થાય છે. ગુજરાતનો જે દરદી છે તે યુ.એ.ઇ.થી આવેલો છે. એમ મુંબઇ મહાનગર પાલિકાના ડેપ્યુટી હેલ્થ ઓફિસર  ડૉ.દક્ષા શાહે જણાવ્યું હતું.

મુંબઇમાં આ બીમારી ફેલાતી અટકાવવા મુંબઇ મહાનગર પાલિકાએ અનેક પગલા હાથ ધર્યા છે. ઠેક ઠેકાણે દવાનો છેટકાવ શરૂ કર્યો છે. ઘણા ઠાકેણે રસ્તાઓ  પર પણ દવાનો છંટકાવ કરાય છે. શંકાસ્પદ અને પોઝીટીવ દરદીને સારવાર આપવા પાલિકાએ પોતાની હોસ્પિટલમાં અનેક સુવિધા ઉભી કરી છે એમ  તેમણે જણાવ્યું હતું.

પાલિકાની વિવિધ હોસ્પિટલમાં ૩૩૯ જણની તપાસ કરી હતી. એમાંથી ૧૧૩ શંકાસ્પદ દરદીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એમાંથી મળેલા કેટલા મેડિકલ રિપોર્ટમાં નવ જણ કોરોના વાઇરસનાં પોઝીટીવ દરદી મળી આવ્યા હતા. 

અત્યાર સુધી મુંબઇના ૫૮ દરદી પોઝીટીવ દરદી મળી આવ્યા છે. એમાંથી ૧૨ જણ સાજા થતાં ઘરે જવા દેવાયા હતા. એમ તેમણે ઉમેર્યું હતું.

જે શંકાસ્પદ દરદીઓ હતા તેઓને કવોરન્ટાઇન કરાયા છે. એમ તેમણે જણાવ્યું હતું.

કોરોના વાઇરસના પ્રતિબંધ માટે રાજ્ય શાસન હાલમાં ટ્રેસિંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટ આ ત્રિસૂત્રી અનુસાર કામ કરે છે, એમ રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UmyjVB
via Latest Gujarati News

Post a Comment

0 Comments