મહેમાનગતિ હજી ભુલાતી નથી, ટ્રમ્પે ફરી યાદ કર્યા મોટેરામાં આવેલા એક લાખ લોકોને

નવી દિલ્હી, તા. 1. માર્ચ 2020 રવિવાર

અમેરિકા પહોંચી ગયા પછી પણ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતમાં થયેલી આગતા સ્વાગતાને  યાદ કરી રહ્યા છે.

ટ્રમ્પે શનિવારે નોર્થ કેરોલિના રાજ્યમાં એક રેલીને સંબોધિત કરીને કહ્યુ હતુ કે, પીએમ મોદી એક મહાન વ્યક્તિ છે અને તે પોતાના લોકોને પ્રેમ કરે છે.ભારતમાં મારા સ્વાગતમાં લાકો લોકો આવ્યા હતા અને અહીંયા ઓછા છે.

ટ્રમ્પે કહ્યુ હતુ કે, ભારત પ્રવાસ બાદ હવે મને ભીડને લઈને બહુ ઉત્સાહ રહેતો નથી.આ રેલીમાં 15000 જેટલા લોકોની હાજરી હતી.જેને લઈને ટ્રમ્પે કહ્યુ હતુ કે, મને તમને કહેતા સારુ નથી લાગતુ પણ ભારતમાં એક લાખથી વધારે ક્ષમતાવાળુ સ્ટેડિયમ હતુ અને પુરુ ભરાયેલુ હતુ.પીએમ મોદી મારી સાથે હતા.તેઓ બહુ સારા વ્યક્તિ છે.

તેમણે કહ્યુ હતુ કે, અહીં પણ ભીડ છે પણ હું એવી જગ્યાએથી પાછો આવ્યો છું જ્યાં એક લાખ લોકો ભેગા થયા હતા.આ સંજોગોમાં અહીંયા 15000 લોકો જોઈને મને ઉત્સાહ નથી આવતો. હું તમને કહી દઉં કે ભારતના લોકો પાસે ભરપૂર પ્રેમ છે.મને આ ભીડ પણ પસંદ છે અને ભારતની ભીડ પણ પસંદ છે.તેમની પાસે એક મહાન નેતા છે અને અમેરિકા માટે ભરપૂર પ્રેમ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ce0pcq
via Latest Gujarati News

Post a Comment

0 Comments