દિલ્હી હિંસા: દર મિનિટે પોલીસ કંટ્રોલ રૂમમાં મદદ માંગતા ચાર કોલ આવતા હતા

નવી દિલ્હી, તા.1 માર્ચ 2020, રવિવાર

દિલ્હીમાં ચાર દિવસ સુધી થયેલા તોફાનોએ આખા દેશને હચમચાવી દીધો છે. દિલ્હી વાસીઓ કદાચ આખી જિંદગી આ ભયાનક તોફાનોને નહી ભુલે.

ઘણા લોકો આ માટે પોલીસને પણ દોષી માની રહ્યા છે. જોકે પોલીસ પાસે ગત સોમવાર અને મંગળવાર એમ બે દિવસ દરમિયાન મદદ માંગતા એટલા કોલ આવ્યા હતા કે પોલીસ પણ તમામ કોલ પર કાર્યવાહી કરી શકી નહોતી.

પોલીસના કહેવા પ્રમાણે આ બે દિવસ દરમિયાન કંટ્રોલ રૂમને 10820 કોલ મદદ માંગવા માટે આવ્યા હતા. દર મિનિટે પોલીસને ચાર કોલ મળી રહ્યા હતા. 40 ટકા કોલ ઉત્તર પૂર્વ દિલ્હીમાંથઈ જ આવ્યા હતા.

પોલીસનુ કહેવુ છે કે, આટલી મોટી સંખ્યામાં કોલ આવવાથી પોલીસ માટે દરેક જગ્યાએ જવુ શક્ય બન્યુ નહોતુ.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ie6rff
via Latest Gujarati News

Post a Comment

0 Comments