ગામ છોડીને જતા હતા મુસ્લિમો, હિન્દુઓએ સુરક્ષાની ખાતરી આપી રોક્યા

નવી દિલ્હી, તા.1 માર્ચ 2020, રવિવાર

દિલ્હી સળગી રહ્યુ હતુ ત્યારે એક બીજા માટે હિન્દુ મુસ્લિમો ઢાલ બનીને ઉભા રહ્યા હોય તેવા સંખ્યાબંધ કિસ્સા બહાર આવી રહ્યા છે.

લોકોમાં હિંસાનો ભય યથાવત છે ત્યારે આ પ્રકારના વાતાવરણમાં શાહીનબાગ થી બે કિલોમીટર દુર આવેલા દક્ષિણ પૂર્વ દિલ્લીના આલી ગામમાંથી મુસ્લિમોએ ભયના કારણે પલાયન કરવાની તૈયારી કી લીધી હતી ત્યારે સ્થાનિક ગુર્જર સમાજના લોકોએ આ ગામના મુસ્લિમ વિસ્તારોમાં ફરીને શાંતિ અને ભાઈચારાની અપીલ કરી છે.

ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ લોકોને સમજાવ્યા છે કે, ગામમાં તમે સુરક્ષિત છો અને તમારે ક્યાંય જવાની જરુર નથી.

ગામમાં રહેલા વૃધ્ધ લોકો પણ પલાયન કરવા માંગતા લોકોને સમજાવી રહ્યા છે કે, તમને કોઈ જાતનુ નુકસાન નહી થાય.

જોકે ગામના લોકોએ સાથે સાથે શાહીનબાગમાં ધરણા પર બેઠેલી મહિલાઓને રસ્તો ખાલી કરીને દેખાવો બીજે કરવા માટે પણ અપીલ કરી છે.





from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I7rIY3
via Latest Gujarati News

Post a Comment

0 Comments