નવી દિલ્હી, તા.1 માર્ચ 2020, રવિવાર
ઉત્તર પૂર્વ દિલ્હીના મુસ્તફાબાદમાં પણ હિંસાની જ્વાળાઓ પ્રગટી હતી ત્યારે અહીં રહેતા 13 હિન્દુ પરિવારો અને તેમના મંદિરોને મુસ્લિમોએ સુરક્ષિત રાખ્યા હતા.
હજી પણ રોજ મુસ્લિમ યુવાઓ હિન્દુ પરિવારોની સુરક્ષા માટે રાતે ચોકી પહેરો ભરી રહ્યા છે. મુસ્તફબાદના બાબૂનગરમાં કુલ 60 પરિવારો રહે છે. આ પૈકી 13 પરિવારો હિન્દુ છે. હિંસા ફાટી નિકળી ત્યારે અંહીના મુસ્લિમ યુવાઓએ અલગ અલગ ટીમ બનાવીને મંદિરોની સુરક્ષા માટે તૈનાત થઈ ગયા હતા.
સ્થાનિક હિન્દુ રહેવાસીઓએ એક ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યુ હતુ કે, અમે 40 વર્ષતી અહીંયા રહીએ છે. સારા-ખરાબ દિવસોમાં એક બીજાની સાથે ઉભા ર્હયા છે. કોઈ પણ ઘટનાના કારણે અહીંનો માહોલ બગડવા નહી દઈએ.અમને ખબર છે કે, મુસ્લિમ ભાઈઓ આજે પણ અમારી સુરક્ષા માટે ઉભા છે.
સ્થાનિક મુસ્લિમ રહેવાસીઓનુ કહેવુ છે કે, પાંચ દિવસથી અમે હિન્દુઓના ઘરોની રખેવાળી કરી રહ્યા છે.મંદિરોની પણ સુરક્ષા કરી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I4GI9j
via Latest Gujarati News
0 Comments