શાહીન બાગમાં હિંસાની ભીતિને પગલે કલમ 144 લાગુ, સુરક્ષા વધારાઇ


દિલ્હીમાં હિંસાની શરૂઆત સીએએ વિરોધીઓ અને સમર્થકો આમને સામને આવી જતા થઇ હતી

નવી દિલ્હી, તા. 1 માર્ચ, 2020, રવિવાર

નાગરિકતા સંશોધન કાયદો (સીએએ)ને લઇને દિલ્હીના શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. અહીં મહિલાઓ છેલ્લા અઢી મહિનાથી ધરણા પર બેઠી છે.

જોકે દિલ્હીમાં હિંસા થઇ તે બાદ શાહીન બાગમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા શાહીન બાગમાં હુમલાની ચીમકી આપવામાં આવી હતી જે બાદ આ વિસ્તારમાં કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. 

સાથે જ શાહીન બાગમાં જે વિસ્તારમાં મહિલાઓ ધરણા પર બેઠી છે તેની આસપાસ ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. જ્યારે પોલીસની સંખ્યામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે અને ઠેર ઠેર બેરિકેટ્સ લગાવી દેવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસની સાથે સીઆરપીએફ જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. 

દિલ્હી પોલીસે રવિવારે સવારે ધરણા સૃથળે બેરિકેટ્સ લગાવવાનું શરૂ કરી દીધુ હતું, સાથે જ અહીં એક નોટિસ પણ ચોટાડવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે આ આદેશનું પાલન ન કરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ આદેશ શાહીન બાગ અને તેની આસપાસ 144 લાગુ કરવા સંલગ્ન હતો. અહીં પોલીસના અિધકારીઓ દોડી આવ્યા છે, સંયુક્ત કમિશનર ડીસી શ્રીવાસ્તવ પણ શાહીન બાગ પહોંચ્યા હતા. 

અહીં હિંદુ સેના નામના સંગઠનના લોકો પણ વિરોધ પ્રદર્શન પર બેસવાના હતા, જોકે તેઓ સીએએના સમર્થનમાં ધરણા કરવાના હતા. બીજી તરફ સીએએ સમર્થકો અને વિરોધીઓ બન્ને આમને સામને આવી ગયા હોવાથી જ દિલ્હીમાં હિંસા ફાટી નીકળી હતી.

આવી સિૃથતિનું નિર્માણ શાહીન બાગમાં ન થાય તે હેતુથી સાવચેતીના ભાગરૂપે અહીં 144 લાગુ કરી દેવામા આવ્યા બાદ પોલીસની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. આ પહેલા લોશિયલ મીડિયા પર એક પોસ્ટ ચર્ચામાં આવી હતી જેમાં દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં ધરણા ચાલી રહ્યા છે તેના જ વિરોધમાં રેલી કાઢવાના દાવા કરાયા હતા.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32DqLAm
via Latest Gujarati News

Post a Comment

0 Comments