કોરોના વાઈરસનો ચીન, યુરોપ પછી અમેરિકામાં પગપેસારો : એકનું મોત


ભારતમાં કોરોનાથી યુવાનનાં મોતની આશંકા, જો કે મૃત્યુ ન્યુમોનિયાથી થયું હોવાનો તંત્રનો દાવો

અજ્ઞાાત સ્રોતથી કોરોના ફેલાયો હોવાનો અમેરિકામાં ચોથો કેસ, મોટાભાગના નવા કેસોમાં  કેલિફોર્નિયામાં નોંધાયા

કોચી/વોશિંગ્ટન, તા. 1 માર્ચ, 2020, રવિવાર

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસ ચીનમાંથી હવે અમેરિકા પહોંચી ગયો છે, જ્યાં કોરોનાના કારણે એક વૃદ્ધનું મોત થયું હોવાની અને 70થી વધુ કેસ નોંધાયા હોવાની પુષ્ટી થઈ છે.

બીજીબાજુ ભારતમાં પણ કોરોનાના કારણે એક યુવાનનું મોત થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે, હજી તેની પુષ્ટી થવાની બાકી છે. ભારત અને અમેરિકામાં કોરોના વાઈરસથી મોતના અહેવાલોના પગલે બંને દેશોમાં કોરોનાના પ્રસારનો ભય ફેલાયો છે.

ભારતમાં કોરોના વાઈરસના કારણે જ એક યુવાનનું મોત થયું હતું કે તેમ તેની તપાસ થઈ રહી છે તો અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાનો પ્રસાર અટકાવવા માટે કેટલાક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લગાવી દીધા છે. દરમિયાન કોરોનાના કારણે ચીનમાં કુલ 2,870 લોકો સહિત સમગ્ર વિશ્વમાં 3,000થી વધુ લોકોના મોત નીપજ્યાં છે અને વિશ્વમાં 88,000થી વધુ લોકો કોરોનોની ઝપેટમાં આવી ગયા છે.

ભારતમાં 36 વર્ષના એક યુવકમાં કોરોના વાઇરસના લક્ષણો દેખાતાં એર્નાકુલમની સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરાયો હતો. આ યુવકનું શુક્રવારે મોડી રાતે મોત થઈ ગયું. હવે ડોક્ટર્સ કોરોનાના કારણે જ તેનું મોત થયું હતું કે કેમ તેની તપાસ કરી રહ્યા છે. આ યુવાન મલેશિયાથી પાછો ફર્યો હતો અને તેના ટેસ્ટના પહેલા રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.

અલાપુઝાની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી)ના પહેલા રિપોર્ટ મુજબ આ યુવાન કોરોનાથી પીડિત નહોતો. જોકે, મૃત યુવાનના શબને હજી પણ આઈસોલેશનમાં જ રખાયું છે. વિશ્વ આરોગ્ય સંગઠન (હૂ)ના પ્રોટોકોલ મુજબ બીજા સેમ્પલ ટેસ્ટ પછી જ આ અંગે કોઈ નિર્ણય લઈ શકાશે. શનિવારે એક સેમ્પલ ટેસ્ટ પૂણેની લેબોરેટરીમાં મોકલવાનો નિર્ણય લેવાયો હતો.

આ યુવાન લગભગ અઢી વર્ષથી મલેશિયાના એક સુપરમાર્કેટમાં કામ કરતો હતો અને તે ગુરૂવારે જ કોચીન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યો હતો અને તેને સરકારી મેડિકલ કોલેજના આઈસોલેશન વોર્ડમાં વેન્ટિલેટર પર રખાયો હતો. તેને ન્યુમોનિયા થયો હોવાનું જણાયું હતું અને તે ડાયાબિટીસથી પણ પીડિત હતો. આ યુવાનનું મોત એક્યૂટ ન્યૂમોનિયા અને શ્વાસ લેવાની સિસ્ટમ ફેઈલ જવાના કારણે થયું હોવાનું હોસ્પિટલના સૂત્રોનું કહેવું છે.  

બીજીબાજુ અમેરિકામાં પણ કોરોના વાઇરસથી એક વૃદ્ધનું મોત થયું હોવાની પુષ્ટી થઈ ગઈ છે. સ્વાસ્થ્ય અિધકારીઓએ જણાવ્યું કે કોરોનાના પહેલા ચાર કેસની જાણ થયા પછી વોશિંગ્ટન રાજ્યમાં એક દર્દીનું મોત થઈ ગયું.

આ ઘટના કિંગ કાઉન્ટીની છે, જે રાજ્યનું સૌથી વધુ વસતીવાળું ક્ષેત્ર છે, જેની વસતી 7,00,000થી વધુની છે. દરમિયાન અમેરિકન સ્વાસ્થ્ય અિધકારીઓએ કોઈ અજ્ઞાાત સ્રોતના કારણે કોરોના વાઇરસનો ચેપ ફેલાયો હોવાનો ચોથો કેસ નોંધ્યો છે. 

અગાઉ કેલિફોર્નિયાના સ્વાસ્થ્ય અિધકારીઓએ જણાવ્યું કે એક મહિલાને અજ્ઞાાત સ્રોતથી કોરોના વાઇરસનો ચેપ થયો હોવાની પુષ્ટી થઈ છે. સાંતા ક્લારા કાઉન્ટીમાં જનસ્વાસ્થ્ય નિદેશક સારા કોડીએ કહ્યું, નવા કેસો દર્શાવે છે કે અમેરિકામાં કોરોના વાઇરસની હયાતી છે, પરંતુ તે કેટલો ફેલાયો છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી. જોકે, અમેરિકામાં 70થી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાનું મનાય છે, જેમાંથી મોટાભાગના કેલિફોર્નિયાના છે. 

અમેરિકામાં કોરોનાના કારણે એક વ્યક્તિના મોતના સમાચાર આવતાં જ પ્રમુખ ટ્રમ્પે ઈરાનમાંથી આવાગમન પર પ્રતિબંધો મૂકી દીધા છે. ઉપરાંત તંત્રે દક્ષિણ કોરિયા અને ઈટાલીના કેટલાક વિસ્તારોમાં નહીં જવાની ચેતવણી આપી છે. 

વ્હાઈટ હાઉસમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોરોનાના કારણે એક વૃદ્ધનું મોત થઈ ગયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમેરિકામાં વધુ પણ કેટલાક કેસો આવી શકે છે, પરંતુ સ્વસૃથ લોકો સાજા થવામાં સક્ષમ છે. કોઈએ ગભરાવાની જરૂર નથી.

આપણો દેશ કોઈપણ સિૃથતિનો સામનો કરવા માટે સક્ષમ છે. ટ્રમ્પે છેલ્લા 14 દિવસમાં ઈરાનનો પ્રવાસ કરનારા વિદેશી નાગરિકોના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ઉપરાંત અમેરિકન નાગરિકોને પણ દક્ષિણ કોરિયા અને ઈટાલીમાં કોરોનાના કેસ નોંધાયા છે તે વિસ્તારોનો પ્રવાસ ન કરવાની સલાહ આપી હતી.

દરમિયાન ચીનમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 2,870 થઈ ગઈ છે જ્યારે કુલ 79,828 કેસ નોંધાયા છે. દક્ષિણ કોરિયામાં પણ કોરોનાના 3,736 કેસ નોંધાયા છે. આ સાથે સમગ્ર વિશ્વમાં કોરોનાના 88,000થી વધુ કેસો નોંધાયા છે અને કુલ મૃતકોની સંખ્યા 3000થી વધુ થઈ ગઈ છે.

કોરોનાથી ઈરાનમાં 210થી વધુનાં મોત થયાનો દાવો

ઈરાનમાં કોરોના વાઇરસના કારણે કુલ મૃત્યુઆંક 54 અને નવા કેસોની સંખ્યા રાતોરાત વધીને 978 થઈ હોવાનું સ્વાસ્થ્ય મંત્રીએ રવિવારે કબૂલ્યું હતું. જોકે, બિનસત્તાવાર રીતે કોરોનાના કારણે ઈરાનમાં 210થી વધુ લોકોના મોત થયા હોવાનું સૂત્રોનું કહેવું છે.

કોરોનાનો ભોગ બનેલા મોટાભાગના લોકો રાજધાની તહેરાન અને કોમ શહેરના હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા કિઆનૌશ જહાંપૌરે જણાવ્યું હતું કે મશદ સહિતના શહેરોમાં કોરોનાના નવા કેસો નોંધાયા છે.

ઈરાનમાં હજી કોરોના પીડિતોની સંખ્યા વધવાની તેમણે આશંકા વ્યક્ત કરી હતી. વધુમાં રવિવારે ઈરાને રશ્ત શહેરની બધી જ ફ્લાઈટ્સને રદ કરી દીધી હતી. આ માટે કોઈ કારણ પણ અપાયું નહોતું. તહેરાન અને કોમ પછી ઈરાનમાં આ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે.

ઉત્તર કોરિયામાં પહેલો દર્દી, જોંગનો ગોળી મારવા આદેશ

પ્યોંગયાંગ, તા. 1 માર્ચ, 2020, રવિવાર

સમગ્ર દુનિયામાં કોરોના વાઇરસનો પ્રકોપ પ્રસર્યો છે અને બધા દેશોની સરકારો કોરોના પીડિતોની સારવારના પ્રયાસો કરી રહી છે તેવા સમયે એક દેશમાં કોરોના વાઈરસથી પીડિત એક વ્યક્તિની સારવાર કરવાના બદલે તેને ગોળી મારી દેવામાં આવી.

ઉત્તર કોરિયામાં કોરોનાનો સૌપ્રથમ કેસ નોંધાતા સરમુખત્યાર કિમ જોંગે તેને મોતની સજા આપી દીધી છે. ઈન્ટરનેશનલ બિઝનેસ ટાઈમ્સના અહેવાલ મુજબ ઉત્તર કોરિયામાં કોરોના વાઈરસનો પહેલો દર્દી મળ્યા પછી કિમ જોંગે ઉઠાવેલું પગલું ભયાનક છે.

 ઉત્તર કોરિયોનો એક વેપારી થોડાક દિવસ પહેલાં જ ચીનથી પરત ફર્યો હતો અને અને તેણે એક જાહેર ટોઈલેટનો ઉપયોગ કર્યો હતો. તે કોરોના વાઇરસથી પીડિત હોવાનું ધ્યાનમાં આવતાં જ આ વાઇરસ અન્ય લોકોમાં ન ફેલાય તેવા ભયે કિમ જોંગે તેને ગોળી મારી દેવાનો આદેશ આપ્યો હતો. એક અધિકારીએ કહ્યું કે ઉત્તર કોરિયામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી અને તેમની સરકાર આ વાઇરસનો સામનો કરવા સજ્જ છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39kFhzC
via Latest Gujarati News

Post a Comment

0 Comments