વોશિંગ્ટન, તા.27 માર્ચ 2020, શુક્રવાર
આખી દુનિયામાં કોરોનાના કારણે હાલમાં લોકડાઉન છે.આર્થિક ગતિવિધિઓ ઠપ થઈ ચુકેલી છે.ઉદ્યોગોને તાળા વાગેલા છે.
જેની સીધી અસર દુનિયાના પર્યાવરણ પર જોવા મળી રહી છે. આ અસર પાછી પોઝિટિવ છે.જેના કારણે દુનિયાની ઉપર ઓઝોન લેયરમાં પડેલુ ગાબડુ પુરાવા માંડ્યુ છે.
અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટીના સંશોધકોએ જાણકારી મેળવી છે કે, પૃથ્વીના દક્ષિણી હિસ્સામાં આવેલા એન્ટાર્ટિકાની ઉપર ઓઝોન લેયરમાં પડેલુ વિશાળ ગાબડુ પૂરાવા માંડ઼્યુ છે. કારણકે ચીન તરફથી આ દિશામાં જતા પ્રદુષણમાં કમી આવી છે.
કોરોના પહેલા દુનિયામાં પ્રદુષણની અસર બહુ વધારે હતી. પૃથ્વી પરથી પસાર થતી હવાઓ દક્ષિણ હિસ્સા તરફ જતી હતી. હવે તેનો રુખ પલટાઈ ગયો છે. સંશોધકોનુ કહેવુ છે કે, આ બદલાવ હંગામી છે પણ પર્યાવરણ માટે લાભમાં છે. ચીનમાં ઔદ્યોગિક ગતિવિધિઓ ઓછી હોવાથી જેટ સ્ટ્રીમ સાચી દિશામાં છે. કાર્બન ડાયોક્સાઈડનુ પ્રમાણ પણ ઘટી ગયુ છે.એટલે ઓઝોનના ઘા રુઝાઈ રહ્યા છે.
કોરોનાના કહેર પહેલા ચીન ઓઝોન લેયરને નુકસાન કરે તેવા પ્રદુષિત તત્વો સૌથી વધારે માત્રામાં રિલિઝ કરતુ હતુ. જોકે હવે આવા તત્વોનુ પ્રમાણ ઓછુ થઈ ગયુ છે.
2000 પહેલા જેટ સ્ટ્રીમ ધરતીની વચ્ચે ફરતી હતી.જોકે એ પછી તેની દિશા દક્ષિણ તરફની થઈ ગઈ હતી.જેના કારણે આ હિસ્સાની ઉપર આવેલા ઓઝોન લેયરમાં ગાબડુ પડી ગયુ હતુ.જેના કારણે ઓસ્ટ્રેલિયા જેવા દેશોના હવામાનને સીધી અસર થઈ હતી.
જો દુનિયાનુ પ્રદુષણ આ જ રીતે ઓછુ રહ્યુ તો તેનો ફાયદો ઓસ્ટ્રેલિયાને પણ થશે. એમ પણ પ્રદુષણના અભાવે ઘણા દેશોની હવા ચોખ્ખી થઈ રહી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JkR4Ck
via Latest Gujarati News
0 Comments