સરકારની લોકડ઼ાઉન વચ્ચે ભેટ, શનિવારથી 'રામાયણ'નુ પ્રસારણ, જાણી લો સમય

નવી દિલ્હી, તા.27 માર્ચ 2020, શુક્રવાર

નાના પડદા પર તમામ વિક્રમો તોડી નાંખનાર સૌથી લોકપ્રિય સિરિયલો પૈકી એક રામાયણનુ આવતીકાલ, શનિવારથી ફરી પ્રસારણ શરુ થવા જઈ રહ્યુ છે.

લોકડાઉન વચ્ચે ઘરમાં પૂરાયેલા લોકોને સરકારે ગિફ્ટ આપી છે. દૂરદર્શન પર શનિવારથી સવારે 9 વાગ્યે અને રાતે 9 વાગ્યે એમ બે એપિસોડ પ્રસારિત થશે.

કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જાતે આ માહિતી આપતા ટવિટ કર્યુ હતુ કે, લોકોની માંગ પર 28 માર્ચથી રામાયણનુ પ્રસારણ દુરદર્શન પર ફરી શરુ થશે.

જોકે સરકારે હજી મહાભારત અંગે ફોડ પાડ્યો નથી. આ પહેલા સરકારે રામાયણની સાથે સાથે તેના જેટલા જ લોકપ્રિય શો મહાભારતને પણ ફરી બતાવવા માટે સંકેત આપ્યા હતા.

એવુ બને કે , આગામી દિવસોમાં મહાભારત માટે પણ સરકાર આ જ પ્રકારની જાહેરાત કરી શકે છે. આ બંને મહાકાવ્યોને સિરિયલ તરીકે જે તે સમયે પ્રસારિત કરાયા હતા ત્યારે દેશમાં સ્વયંભૂ કરફ્યુ જેવી સ્થિતિ જોવા મળી હતી. આ શોના પ્રસારણ સમયે લોકો પોતાના ઘરોમાં તમામ કામ પડતા મુકીને ગોઠવાઈ જતા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dx2S2d
via Latest Gujarati News

Post a Comment

0 Comments