દહેશતઃ મોલમાં મહિલાએ ખાધી છીંક અને સંચાલકોએ ફેંકી દીધો 26 લાખનો સામાન

નવી દિલ્હી, તા.27 માર્ચ 2020, શુક્રવાર

કોરોનાએ આખી દુનિયામાં દહેશતનો એવો માહોલ ઉભો કર્યો છે કે, વિચાર્યુ ના હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

કોરોનાના કારણે હવે સૌથી વધારે પ્રભાવિત દેશોની યાદીમાં આવી ગયેલા અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટના એક મોલના સંચાલકોએ 35000 ડોલરનો એટલે કે 26 લાખ રુપિયાનો સામાન કચરાપેટીમાં ફેંકી દીધો હતો.

આવુ કરવાનુ કારણ એટલુ જ કે, મોલમાં ખરીદી કરવા ગયેલી મહિલાને છીંક આવી હતી. મહિલાએ જે હિસ્સામાં છીંક ખાધી હતી તે હિસ્સામાં બેકરી પ્રોડક્ટસ અને મીટ મુકવામાં આવ્યુ હતુ. જેના પગલે સ્ટોરના સંચાલકોએ સામાન ફેંકી દીધો હતો અને પોલીસને બોલાવી હતી. પોલીસે છીંક ખાનાર મહિલાને અટકાયતમાં લીધી હતી.

સ્ટોર માલિકને એ વાતની બીક હતી કે આ મહિલા કોરોના પોઝિટિવ તો નથી ને. જોકે પોલીસે બાદમાં કહ્યુ હતુ કે, મહિલાએ જાણી જોઈને છીંકો ખાધી હતી. હવે તેની પર ગુનાઈત કૃત્ય કરવાનો કેસ ચાલશે. મહિલાનો કોરોના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો છે.

મોલ સંચાલકોએ આખા મોલની ફરી સફાઈ પણ કરાવી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wJ8Ooe
via Latest Gujarati News

Post a Comment

0 Comments