રિઝર્વે બેન્કે તમામ બેન્કોને EMIમાં 3 મહિનાની છુટ આપવા કરી અપીલ, બેન્કો માનશે?

નવી દિલ્હી, તા.27 માર્ચ 2020, શુક્રવાર

લોકડાઉનની વચ્ચે ભારત સરકારે ઈકોનોમીને રાહત આપવા માટે આજે સતત બીજા દિવસે રાહતો જાહેર કરી છે.

આજે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ મધ્યમવર્ગને ધ્યાનમાં રાખીને બેંકોને લોકોને ઈએમઆઈ ભરવામાં 3 મહિનાની રાહત આપવાની અપીલ કરી છે.

આરબીઆઈએ બેન્કોને આદેશ નહી ખાલી સલાહ આપી છે અને અપીલ કરી છે. આ સંજોગોમાં હવે બોલ બેન્કોના કોર્ટમાં છે. હવે બેન્કોએ નક્કી કરવાનુ છે કે, લોકોને લોનના હપ્તા ભરવામાં ત્રણ મહિનાની રાહત આપવી કે નહી.

આ સાથે જ બેન્કોએ જ નક્કી કરવાનુ છે કે, કયા પ્રકારની લોન પર હપ્તા ભરવામાં છુટ આપવાની છે. આમ રિઝર્વ બેન્કની જાહેરાતથી એક નવો ગૂંચવાડો ઉભો થયો છે.જે બેન્કો દ્વારા પોત પોતાની રીતે જાહેરાત નહી કરવામાં આવે ત્યાં સુધી ઉકેલાવાનો નથી.

જોકે આરબીઆઈએ રેપો રેટમાં જે ઘટાડો કર્યો છે તે ઈતિહાસમાં સૌથી મોટો છે.જેનો ફાયદો ઘર, કાર અને બીજી લોન લેનારા લાખો કરોડો લોકોને ધવાનો છે. આ સાથે જ રિવર્સ રેપો રેટમાં પણ 90 બેઝિસ પોઈન્ટનો કાપ મુકાયો છે. આમ હવે રિવર્સ રેપો રેટ ચાર ટકા થઈ ગયો છે.

જોકે જીડીપી ગ્રોથ રેટ અને મોંઘાવારી રેટના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.






from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aiAuPv
via Latest Gujarati News

Post a Comment

0 Comments