
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 23 માર્ચ 2020, સોમવાર
ટ્રેડીંગની શરૂઆત આજે લોક-ડાઉન સાથે જ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ 29915.96 સામે 27608.80 મથાળે ખુલીને આરંભથી જ ગબડતો રહીને બેંકિગ-ફાઈનાન્સ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, એક્સીસ બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, એચડીએફસી લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતમાં ગાબડાં પડતાં અને આઈટી શેરોમાં ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ સાથે અન્ય દરેક શેરોમાં પાવર ગ્રીડ કોર્પ, લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, નેસ્લે ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર, ટાઈટન, ટાટા સ્ટીલ, ઓએનજીસી, સન ફાર્મા, બજાજ ઓટો, એશીયન પેઈન્ટસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હીરો મોટોકોર્પ સહિતમાં કડાકો બોલાઈ જઈ સેન્સેક્સ 10 ટકા નીચલી સર્કિટમાં 26924ના લેવલે આવી ગયો હતો. જે 45 મીનિટ બાદ ફરી ખુલીને એક તબક્કે 4035.13 પોઈન્ટ તૂટીને 25880.83 સુધી ખાબકી જઈ ઘટાડે સાધારણ શોર્ટ કવરિંગ છતાં હેમરીંગ ફરી વધતાં અંતે 3934.72 પોઈન્ટ તૂટીને 25981.24ની ચાર વર્ષની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
નિફટી આરંભિક 10 ટકાની સર્કિટ બાદ ઈન્ટ્રા-ડે 1162 પોઈન્ટ તૂટીને 7583 સુધી ખાબકી અંતે 1135 પોઈન્ટ તૂટીને 7610
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ 8745.45 સામે 7945.70 મથાળે ખુલીને આરંભથી જ ધોવાણમાં 10 ટકા તૂટી ગયા બાદ 45 મીનિટ બજાર બંધ રહ્યું હતું. જે ફરી ખુલ્યા બાદ સાધારણ રિકવર થયું હતું, પરંતુ ફરી કડાકામાં એક તબક્કે 1161.85 પોઈન્ટ તૂટીને નીચામાં 7583.60 સુધી ખાબકી જઈ અંતે 1135.20 પોઈન્ટ તૂટીને 7610.25 બંધ રહ્યો હતો.
માર્ચ નિફટી ફયુચર 8723 થી તૂટીને 7551 થઈ અંતે 7580 : બેંક નિફટી ફયુચર 20,294 થી તૂટીને 16,960
ડેરિવેટીવ્ઝમાં માર્ચ વલણના અંતના સપ્તાહની શરૂઆત ઐતિહાસિક કડાકા સાથે થઈ હતી. નિફટી માર્ચ ફયુચર 3,95,519 કોન્ટ્રેકટસમાં રૂ.17,242.33 કરોડના કામકાજે 8723.10 સામે 7850.80 મથાળે ખુલીને ઉપરમાં 9189 થઈ આરંભથી જ ફરી ધોવાણમાં 7551 સુધી ખાબકી જઈ અંતે 7580.10 રહ્યો હતો. બેંક નિફટી માર્ચ ફયુચર 1,98,731 કોન્ટ્રેકટસમાં રૂ.6969.90 કરોડના કામકાજે 20,294.35 સામે 18,264.95 મથાળે ખુલીને ઉપરમાં 19,200 થઈ તૂટીને 16,741 સુધી આવી અંતે 16,960 રહ્યો હતો.
નિફટી 7500નો પુટ 97.50 થી ઉછળીને 338 થઈ અંતે 320 : નિફટી 8500નો કોલ 508 થી તૂટીને 73
નિફટી 7500નો પુટ 1,95,068 કોન્ટ્રેકટસમાં રૂ.11,393.24 કરોડના કામકાજે 97.50 સામે 120.30 મથાળે ખુલીને ઉપરમાં 338 થઈ અંતે 320.60 રહ્યો હતો. નિફટી 8500નો કોલ 1,76,062 કોન્ટ્રેકટસમાં રૂ.11,383.33 કરોડા કામકાજે 508.05 સામે 152.60 મથાળે ખુલીને ઉપરમાં 246.75 થઈ તૂટીને 69.60 સુધી આવી અંતે 73 રહ્યો હતો. નિફટી 7000નો પુટ 1,80,802 કોન્ટ્રેકટસમાં રૂ.9709.18 કરોડના કામકાજે 56 સામે 59 મથાળે ખુલીને ઉપરમાં 181 સુધી જઈ અંતે 175 રહ્યો હતો. નિફટી એપ્રિલ ફયુચર 8754.40 સામે 7880 મથાળે ખુલીને ઉપરમાં 8248 થઈ તૂટીને 7572.05 સુધી આવી અંતે 7613.50 રહ્યો હતો.
એકસીસ બેંક રૂ.120 તૂટીને 308 : ઈન્ડસઈન્ડ બેંક રૂ.103 તૂટીને રૂ.336 : એચડીએફસી બેંક રૂ.112 તૂટીને રૂ.770
બેંકિંગ-ફાઈનાન્સ કંપનીઓ સંકટમાં આવી ગયાના અને અનેક બેંકો, ફાઈનાન્સ કંપનીઓ આગામી દિવસોમાં ઉઠી જવાના એંધાણ વચ્ચે આજે ફંડોએ પેનીક બટન દબાવી દીધું હતું. એક્સીસ બેંક રૂ.120 તૂટીને રૂ.308.35, ફેડરલ બેંક રૂ.103.40 તૂટીને રૂ.336.55, સિટી યુનિયન બેંક રૂ.32.65 તૂટીને રૂ.130.70, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.61.80 તૂટીને રૂ.283.90, આરબીએલ બેંક રૂ.30.30 તૂટીને રૂ.141.20, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.28.05 તૂટીને રૂ.181.60, એચડીએફસી બેંક રૂ.111.90 તૂટીને રૂ.770.50, કોટક મહિન્દ્રા બેંક રૂ.147.35 તૂટીને રૂ.1116 રહ્યા હતા.
મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.61 તૂટીને રૂ.149 : બજાજ ફિનસર્વ રૂ.1656 તૂટીને રૂ.4607 : ઈક્વિટાસ રૂ.13 તૂટીને રૂ.38
ફાઈનાન્સ શેરોમાં આજે અસાધારણ વ્યાપક કડાકા બોલાયા હતા. મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.60.85 તૂટીને રૂ.149.65, બજાજ ફિનસર્વ રૂ.1656.10 તૂટીને રૂ.4607.15, બજાજ ફાઈનાન્સ રૂ.698.25 તૂટીને રૂ.2264.45, બંધન બેંક રૂ.57.35 તૂટીને રૂ.175, ચૌલા ફિન રૂ.43.75 તૂટીને રૂ.150, બજાજા હોલ્ડિંગ રૂ.459.95 તૂટીને રૂ.1839.80, આઈસીઆઈસીઆઈ સિકયુરિટીઝ રૂ.56.55 તૂટીને રૂ.226.20, મોતીલાલ ઓસ્વાલ રૂ.120.60 તૂટીને રૂ.485, એચડીએફસી લાઈફ રૂ.76.60 તૂટીને રૂ.342.55, કેર રેટીંગ રૂ.65.55 તૂટીને રૂ.266.90, એસબીઆઈ લાઈફ રૂ.100.60 તૂટીને રૂ.535.85 રહ્યા હતા.
ઓટો શેરોમાં કડાકો : મધરસન સુમી 20 ટકા તૂટયો : અશોક લેલેન્ડ 18 ટકા, મારૂતી સુઝુકી 17 ટકા ગબડયા
ઓટોમોબાઈલ ક્ષેત્રે ગંભીર કટોકટી સર્જાઈ હોવાના અને અનેક ઓટો કંપનીઓના ઉઠમણાં થઈ જવાના અહેવાલ વચ્ચે આજે ઓટો શેરોમાં વ્યાપક ગાબડાં પડયા હતા. મધરસન સુમી 20 ટકા નીચલી સર્કિટમાં રૂ.13.35 તૂટીને રૂ.53.40, અશોક લેલેન્ડ 18 ટકા એટલે કે રૂ.7.90 તૂટીને રૂ.36, મારૂતી સુઝુકી 17.02 ટકા એટલે કે રૂ.864.25 તૂટીને રૂ.4212.85, ટીવીએસ મોટર રૂ.14.65 ઘટીને રૂ.324.15, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.117.50 તૂટીને રૂ.709, બજાજ ઓટો રૂ.314.15 તૂટીને રૂ.1937.50, અપોલો ટાયર રૂ.12 તૂટીને રૂ.77.10, એમઆરએફ રૂ.7305.30 તૂટીને રૂ.51,886.55, આઈશર મોટર્સ રૂ.1858.65 તૂટીને રૂ.13,902.65, હીરો મોટોકોર્પ રૂ.11.80 ઘટીને રૂ.1603, ટાટા મોટર્સ સરૂ.7.70 ઘટીને રૂ.69.70 રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં ગાબડાં : વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.102, બ્રિટાનીયા રૂ.346, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.180 તૂટયા
એફએમસીજી શેરોમાં પણ આજે ઓલ રાઉન્ડ વેચવાલી રહી હતી. હિન્દુસ્તાન યુનિલિવર રૂ.179.95 તૂટીને રૂ.1872.55, નેસ્લે ઈન્ડિયા રૂ.1213.95 તૂટીને રૂ.12,934.90, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.101.70 તૂટીને રૂ.421, બલરામપુર ચીની રૂ.12.85 ઘટીને રૂ.76.40, બ્રિટાનીયા રૂ.346.10 ઘટીને રૂ.2125.10, એટીએફએલ રૂ.56.15 ઘટીને રૂ.368.30, બજાજ કન્ઝયુમર રૂ.17.75 ઘટીને રૂ.121.05, આઈટીસી રૂ.21.15 તૂટીને રૂ.154.40, ટેસ્ટી બાઈટ રૂ.918.80 તૂટીને રૂ.8269.45 રહ્યા હતા.
મેટલ-માઈનીંગ શેરોમાં ગાબડાં : જેએસડબલ્યુ સ્ટીલ, વેદાન્તા, હિન્દાલ્કો, જિન્દાલ સ્ટીલ, સેઈલ, નાલ્કો તૂટયા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ આજે વ્યાપક ગાબડાં પડયા હતા. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.32.10 તૂટીને રૂ.144.35, વેદાન્તા રૂ.12.15 તૂટીને રૂ.63.20, હિન્દાલ્કો રૂ.16.35 ઘટીને રૂ.89.10, સેઈલ રૂ.3.80 ઘટીને રૂ.22.95, નાલ્કો રૂ.4.30 ઘટીને રૂ.28.05, ટાટા સ્ટીલ રૂ.26.90 તૂટીને રૂ.271.15, હિન્દુસ્તાન ઝિંક રૂ.10.50 ઘટીને રૂ.125.45 રહ્યા હતા.
ઓઈલ-ગેસ શેરોમાં અસાધારણ ધોવાણ : રિલાયન્સ રૂ.136 તૂટીને રૂ.883 : કેસ્ટ્રોલ રૂ.20 તૂટીને રૂ.93
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી તૂટતાંજઈને આજે સાંજે 1.43 ડોલર ઘટીને 25.55 ડોલર નજીક અને નાયમેક્ષ ક્રુડ 22.34 ડોલર નજીક રહયા હતા. ઓઈલ-ગેસ શેરોમાં ધોવાણે આજે કેસ્ટ્રોલ ઈન્ડિયા રૂ.20.25 તૂટીને રૂ.93.60, જીએસપીએલ રૂ.27.90 ઘટીને રૂ.159, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.136.35 તૂટીને રૂ.883.85, બીપીસીએલ રૂ.32.60 તૂટીને રૂ.269.40, ઓએનજીસી રૂ.7 ઘટીને રૂ.60.45, પેટ્રોનેટ એલએનજી રૂ.18.30 ઘટીને રૂ.189.40, આઈઓસી રૂ.5.50 ઘટીને રૂ.80.85 રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં અનેક શેરોનું અસ્તિત્વ ભૂંસાઈ જવાની દહેશત : 631 શેરોમાં ઓનલી સેલરની સર્કિટ
વૈશ્વિક કટોકટીની આ પરિસ્થિતિમાં ભારતમાં અસાધારણ આર્થિક કટોકટની પરિસ્થિતિમાં અનેક કંપનીઓનું અસ્તિત્વ ભૂંસાઈ જવાની પૂરી શકયતા વચ્ચે સ્મોલ, મિડ કેપ શેરો પૈકી અનેક કંપનીઓ આગામી દિવસોમાં અસ્તિત્વમાં નહીં રહે એવા અહેવાલો વચ્ચે આજે અનેક શેરોમાં ગાબડાં પડયા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 2401 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2058 અને વધનારની સંખ્યા 214 રહ્યા હતા. 631 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 53 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એફપીઆઈઝ-એફપીઆઈઝની રૂ.2989 કરોડની ચોખ્ખી વેચવાલી : ડીઆઈઆઈની રૂ.1082 કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ અને એફઆઈઆઈની આજે-સોમવારે કેશમાં વધુ રૂ.2989.29 કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.5701.63 કરોડની ખરીદી સામે કુલ રૂ.8690.92 કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની કેશમાં રૂ.1082.24 કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.6897.22 કરોડની ખરીદી સામે કુલ રૂ.5814.98 કરોડની વેચવાલી થઈ હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33HF1Zl
via Latest Gujarati News
0 Comments