ભોપાલ, તા. 11 માર્ચ 2020 બુધવાર
મધ્ય પ્રદેશના કદાવર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ હોળીના દિવસે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને પોતાની દાદીની ઈચ્છા પૂરી કરી દીધી છે. કેમ કે રાજમાતા વિજયારાજે સિંધિયા ઈચ્છતા હતા કે તેમનું સમગ્ર ખાનદાન ભાજપમાં જ રહે. જોકે માધવરાવ સિંધિયા અને તેમના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસમાં ગયા પરંતુ હવે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે.
જિવાજી રાવ સિંધિયા અને વિજયારાજે સિંધિયાના પાંચ સંતાનોમાં માધવરાવ સિવાય પોતે જ્યોતિરાદિત્ય જ કોંગ્રેસમાં રહ્યા. હવે જ્યોતિરાદિત્યએ પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. 18 વર્ષ સુધી કોંગ્રેસની સાથે રાજકારણ રમનારા જ્યોતિરાદિત્ય સિંધિયા હવે ભાજપમાં જોડાશે.
ગ્વાલિયરના સિંધિયા રાજઘરાનામાં 1 જાન્યુઆરી 1971એ જન્મેલા જ્યોતિરાદિત્ય કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં રહ્યા. તે કોંગ્રેસના પૂર્વ મંત્રી સ્વર્ગીય માધવરાવ સિંધિયાના પુત્ર છે. ગ્વાલિયર પર રાજ કરનારા રાજમાતા વિજયારાજે સિંધિયાએ 1957માં કોંગ્રેસે પોતાના રાજકારણની શરૂઆત કરી. તેઓ ગુના લોકસભા સીટ પરથી સાંસદ તરીકે પસંદગી કરવામાં આવી. માત્ર 10 વર્ષમાં જ તેમનું મોહભંગ થઈ ગયુ અને 1967માં તેઓ જનસંઘમાં જોડાયા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TW15uH
via Latest Gujarati News
0 Comments