Coronavirus: સરકારનો મહત્વનો નિર્ણય, મુક્ત થશે 3 હજાર કેદી

નવી દિલ્હી, તા. 23 માર્ચ 2020, સોમવાર

દેશમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત કેસની સંખ્યા સતત વધી રહી છે, તેને પહોંચી વળવા માટે સરકારનાં સ્તરે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે,લોકોને ઘરોમાં જ રહેવા અને સોસિયલ ડિસ્ટેંન્સિંગની અપિલ કરવામાં આવી છે,આ જ ક્રમમાં તિહાર જેલ વહીવટીતંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, તે અનુંસાર જેલમાં બંધ 3 હજાર કેદીઓને મુક્ત કરવામાં આવશે, તેમાંથી ઓછામાં ઓછા 1500 કેદીઓને પેરોલ, ફર્લો, અથવા અંડર ટ્રાયલ પર આગોતરા જામીન પર છોડવામાં આવશે.

કેદીઓને મળશે સ્પેશિયલ પેરોલ અથવા ફર્લો

સોમવારે મળેલા આંકડા અનુસાર દિલ્હીમાં 29 નવા કેસ બહાર આવ્યા છે, આ સ્થિતિને જોતા દિલ્હી સરકારે સોમવારે દિલ્હી હાઇકોર્ટને કહ્યું હતું કે પોતાની જેલોમાં બંધ કેદિયોને કોરોના વાયરસનાં ચેપથી બચાવવા માટે સ્પેશિયલ પેરોલ, તથા ફર્લો દ્વારા છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુપ્રિમ કોર્ટે પણ કર્યો હતો હુકમ

અત્રે ઉલ્લેખનિય છે કે દેશમાં વધી રહેલા કોરોના વાયરસનાં કેસને જોતા સુપ્રિમ કોર્ટે પણ મોટો ચુકાદો આપ્યો છે, સર્વોચ્ચ અદાલતે જેલોમાં ભીડનાં પગલે ચેપને ફેલાતો રોકવા માટે કેદીઓને બહાર કાઢવાનું કહ્યું છે, સુપ્રિમ કોર્ટે કહ્યું કે 7 વર્ષ સુ્ંધીની સજાનાં કેસમાં આરોપીઓ અને સજા પામેલા કેદીઓને જામીન અથવા તો પેરોલ પર છોડવામાં આવે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bqPFGF
via Latest Gujarati News

Post a Comment

0 Comments