
નવી દિલ્હી, તા. 23 માર્ચ 2020, સોમવાર
કોરોના વાયરસને થર્ડ સ્ટેજ પર પહોંચતો રોકવા માટે હવે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ કડક હાથે કામ લઇ રહી છે, તેના પગલે દિલ્હીમાં કેજરીવાલ સરકારે 31 માર્ચ સુંધી રાજધાનીને લોકડાઉન સુંધી લોક ડાઉન કરવાનાં હુકમ આપ્યા હતાં, પરંતું હવે પરિસ્થિતી બેકાબું બનતી જોઇને દિલ્હીમાં મંગળવારથી 31 માર્ચ સંધી કર્ફ્યું લગાવવામાં આવ્યું છે, તેની જાણકારી પોલીસનાં પ્રવક્તાએ આપી છે.
પાસ વગર કોઇ બહાર નિકળી શકશે નહીં
ત્યાં જ કર્ફ્યું દરમિયાન ઘરમાંથી બહાર નિકળવા માટે લોકોને પાસની જરૂર પડશે, આ હુકમ મિડિયા પર પણ લાગુ પડશે, જે પણ મિડિયાકર્મી ફિલ્ડ અથવા ઓફિસથી કામ કરેશે તેમની પણ યાદી ડિસીપી ઓફિસને મોકલવી પડશે.ત્યાંથી જ પાસ બનાવવામાં આવશે,આ પાસ તે લોકોએ લેવો પડશે જે બોર્ડર પાર કરીને દિલ્હીમાં આવી રહ્યા છે,બાદમાં આ પાસ લેવા તમામ લોકો માટે અનિવાર્ય બનશે.
કેજરીવાલે કડકાઇથી આપ્યા હતાં હુકમો
આ પહેલા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીમાં અત્યાર સુંધીમાં કોરોનાનાં 30 કેસ નોંધાઇ ચુક્યા છે.તેમાંથી 23 લોકો વિદેશથી પરત ફર્યા હતાં, આ લોકોનાં જ સંપર્કમાં આવનારા 7 જણાં ચેપગ્રસ્ત થયા છે. તેમણે વધુંમાં કહ્યું કે હાલ તો સ્થિતી નિયંત્રણમાં છે. પરંતું સાવધાની રાખવામાં નહીં આવે તો ભયાનક પરિસ્થતી સર્જાઇ શકે છે,અન્ય લોકોને બચાવવા માટે લોકડાઉન પણ કરવું પડશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vOf1z2
via Latest Gujarati News
0 Comments