
નવી દિલ્હી, તા. 23 માર્ચ 2020, સોમવાર
ભારતમાં કોરોનાનો હાઈ રિસ્કવાળા કેસોના ઈલાજ માટે હાઈડ્રોક્સિક્લોરોક્વાઈનનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ સુચન ઈન્ડિયન કાન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR) તરફથી COVID-19 માટે બનાવવામાં આવેલી નેશનલ ટાસ્ક ફોર્સે આપ્યું છે. આ દવા મુખ્યપણે મેલેરિયાના ઈલાજ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
એડવાઈઝરી પ્રમાણે આ દવા તે હેલ્થકેર વર્કરને આપવામાં આવી શકે છે જે સંદિગ્ધ કે કન્ફર્મ COVID-19 કેસોની સેવામાં લાગેલા છે. આ સિવાય લેબમાં કન્ફર્મ કેસોના ઘરવાળાને પણ આ દવા આપવાની સલાહ આપવામાં આવી છે. અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ દવાનું નામ સુચવ્યું હતું.
આ દવા મેલેરિયાના ઈલાજમાં કામ આવે છે. કોરોનાવાઈરસના એન્ટિડોટ અત્યાર સુધી શોધાઈ શક્યા નથી આ વચ્ચે કોઈ રિસર્ચમાં આ વાત સામે આવી છે કે આ દવા કોરોના વાઈરસના ઈલાજમાં મદદગાર થઈ શકે છે. જુદાં-જુદાં રિસર્ચ, રિપોર્ટમાં ક્લોરોક્વિન ફોસ્ફેટ અને હાઈડ્રોક્સીક્લોરિન સલ્ફેટને કોરોનાના ઈલાજમાં મદદગાર સાબિત થઈ છે.
અમેરીકામાં ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન આ દવા ઈમ્પોર્ટ કરી રહ્યું છે. ચીનના હેલ્થ ડિપાર્ટમેન્ટે પણ તે ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે, ક્લોરોક્વિન ફોસ્ફેટના ઉપયોગથી સારા પરિણામ મળ્યા છે. જો કે આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલે સાથે તે પણ કહ્યું કે, હાઈડ્રોક્સીક્લોરોક્વાઈન માત્ર ઘરમાં રહેતા કોવિડ-19થી પ્રભાવિત દર્દીઓની સારવાર કરતા હેલ્થકેર કર્મચારીઓ માટે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33Gqa1p
via Latest Gujarati News
0 Comments