IPL-11 માં આજે દિલ્હી વિ. પંજાબ, બેંગ્લોર વિ. કોલકાતા

મોહાલી, તા. 07 એપ્રિલ 2018, શનિવાર

ઈન્ડિયન પ્રીમિયર લીગ ટ્વેન્ટી-૨૦ની ૧૧મી સિઝનમા આવતીકાલે બીજા દિવસે બે મુકાબલા ખેલાશે. મોહાલીમાં યજમાન કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ દિલ્હી ડેર ડેવિલ્સ સામે ટકરાશે. આ મુકાબલો સાંજે ૪.૦૦ વાગ્યાથી શરૃ થશે. જ્યારે કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમા રાત્રે ૮.૦૦ વાગ્યાથી યજમાન કોલકાતા નાઈટ રાઈડર્સ અને પ્રવાસી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જંગ ખેલાશે..

આવતીકાલની આઇપીએલ મેચથી ભારતીય વન ડે અને ટી-૨૦ ટીમમાંથી સાઈડલાઈન થઈ ચૂકેલો સ્પિનર અશ્વિન ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં કેપ્ટન તરીકેનો સ્પેલ શરૃ કરશે.અશ્વિનને પંજાબની કેપ્ટન બનાવવાના નિર્ણય અંગે ક્રિકેટ વિવેચકોથી માંડીને ચાહકો આશ્ચર્ય વ્યક્ત કરી ચૂક્યા છે, જોકે ટીમ મેનેજમેન્ટ અને અશ્વિન નવીન શરૃઆત કરવા માટે કટિબદ્ધ છે. તેનો સામનો ઘર વાપસી કરનારા દિલ્હીના કેપ્ટન ગૌતમ ગંભીર સામે થવાનો છે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33pBMp8
via Latest Gujarati News

Post a Comment

0 Comments