નવી દિલ્હી, તા. 18 માર્ચ 2020, બુધવાર
વિશ્વભરમા કોરોના વાઇરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યામા સતત વધારો થઇ રહ્યો છે. અમેરિકા જેવા વિકસીત દેશમા પણ કોરોના વાઇરસનો વ્યાપ વધી રહ્યો છે. અમેરિકાના 50 રાજ્યોમા કોરોના વાઇરસ ફેલાઇ ગયો છે. જેના કારણે ફક્ત અમેરિકામા જ આ વાઇરસથી 105 લોકોની મૃત્યુ થઇ ગયુ છે. આ વાઇરસથી લડવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. અમેરિકાની અર્થવ્યવસ્થાને સરળ રીતે ચલાવવા 1 હજાર અબજ ડોલરનુ પેકેજ જાહેર કર્યુ છે.
ચીનના વુહાનમા 2 દિવસમા માત્ર 1 કેસ નોંધાયો
કોરોના વાઇરસનુ જન્મ કેન્દ્ર વુહાન શહેરમા બે દિવસમા ફક્ત 2 દિવસમા 1 કેસ નોંધાયો છે. જેથી લાગી રહ્યુ છે કે, ચીનમા પરિસ્થિતિ કાબુમા આવી રહી છે. જો કે, દેશમા કોરોના વાઇરસથી વધુ 11 લોકોની મૃત્યુ થવાના કારણે મૃતકોની કુલ સંખ્યા 3,237 થઇ ગઇ છે. આ વાતની ખાતરી આપતા ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગેએ જણાવ્યુ કે, દેશમા મંગળવારના 11 લોકો મૃત્યુ પામ્યા છે, તેમજ 13 નવા કેસો સામે આવ્યા છે.
પાકિસ્તાન વાઇરસથી બચવા માટે શહેરોને બંધ કરી શકે નહીં: ઇમરાન ખાન
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યુ કે, કોરોના વાઇરસને ફેલાતો રોકવા માટે તેનો દેશ પશ્ચિમના દેશોની જેમ શહેરોને વ્યાપક પ્રમાણમા બંધ કરી શકે નહીં. તેમણે આ બાબતે પહેલા પણ વિચાર કર્યો હતો પરંતુ તે દેશની અર્થવ્યવસ્થાને વધુ નબળી પાડી શકે છે.
ગ્રેડ પ્રિંસેસ ક્રુઝ પરના ભારતીય ચાલકના દળના વહારે આવ્યુ દુતાવાસ
વોશિંગ્ટનનુ ભારતીય દુતાવાસ કોરોના વાઇરસથી પ્રભાવિત ગ્રેડ પ્રિંસેસ ક્રુઝ પરના ભારતીય ચાલકના દળના સતત સંપર્કમા છે. તેમજ તેમને આવશ્યક મદદ પૂરી પાડી રહ્યુ છે. અમેરિકાના ભારતીય દુતાવાસના રાજદૂતએ ટ્વિટ કરીને માહિતી આપી કે, અમે ગ્રેડ પ્રિંસેસ પરના ચાલક દળના ભારતીય સદસ્યોના સ્વાસ્થ્યને લઇને સતત જહાજરાની કંપની અને અમેરિકાના અધિકારીઓ સાથે સંપર્કમા છિએ. કોરોના વાઇરસના કારણે ચાલક દળના બધા જ અધિકારીઓએ ફરજિયાત 14 દિવસ સુધી અલગ રહેવુ પડશે.
ઈટલીમાં કોરોનાથી 2500 થી વધુના મોત
ઇટાલીમાં અત્યાર સુધી 2,500થી વધુ મૃત્યુ કોરોના વાયરસના કારણે થયા છે. મંગળવારે, ઈટાલીના આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર દેશમાં 2,503 લોકોના મોત અને જ્યારે લગભગ 31,506 કોરોનાગ્રસ્ત છે. હાલમાં, ઇટાલીમાં 26000થી વધુ કેસ પોઝિટિવ છે અને લગભગ 3,000 લોકો સાજા થઈ ગયા છે.
ત્રીજા સાંસદને ઓસ્ટ્રેલિયામાં ચેપ લાગ્યો
ઓસ્ટ્રેલિયામાં કોરના વાઇરસે હાહાકાર મચાવ્યેો છે. અહી ત્રીજા સાંસદને કોરોના પોઝિટિવ આવ્યો છે. મંગળવારે ન્યુ સાઉથ વેલ્સ પ્રાંતના સેનેટર એન્ડ્રયૂ બ્રેગે જણાવ્યુ હતું કે 6 માર્ચે એક મિત્રના લગ્નની પાર્ટીમાં હાજરી આપ્યા બાદ તેમનામાં ફલૂ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. તપાસમાં તેમને ચેપ હોવાની ખાતરી થઈ હતી. લગ્નમાં ભાગ લેનારા ઓછામાં ઓછા છ મહેમાનોને પણ ચેપ લાગ્યો છે.
PM મોદીએ સાઉદી અરેબિયાના પ્રિન્સ સાથે ફોન પર વાત કરી
PM અનુસાર વાડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે ફોન પર વાતચીત. બંને દેશો વચ્ચે કોરોના વાયરસ અંગે ચર્ચા કરી છે.
કોરોના વાઇરસથી ભારતમા 3ના મોત, ત્રીજો તબક્કો વિનાશક બનવાની આશંકા
કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે અને આ આંકડો હવે 137થી ઉપર પહોંચી ગયો છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં કોરોનાએ એક દર્દીનો ભોગ લીધો છે. કોરોનાના કારણે દેશમાં ત્રીજી વ્યક્તિનું જ્યારે મહારાષ્ટ્રમાં પ્રથમ વ્યક્તિનું મોત નીપજ્યું છે.આ અગાઉ દિલ્હી અને કર્ણાટકમાં પણ એક-એક દર્દીનાં મોત થઈ ગયા છે. દેશભરમાં કોરોનાનો પ્રસાર વધી રહ્યો છે તેવા સમયે દેશની અગ્રણી મેડિકલ રિસર્ચ સંસૃથા આઈસીએમઆરે ચેતવણી આપી છે કે દેશ કોરોનાના ત્રીજા તબક્કામાં પ્રવેશવા જઈ રહ્યો છે અને આ તબક્કો વિનાશક બનવાની આશંકા છે.
કોરોના વાઈરસના પ્રસારના ચાર તબક્કા છે. વિદેશમાંથી એક અથવા વધુ સંપર્કો ધરાવતી વ્યક્તિનું દેશમાં આગમન થતું હોય તેવી ઘટનાઓને પ્રથમ તબક્કો કહેવાય છે. બીજા તબક્કામાં કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી સ્થાનિક સ્તરે કોરોનાનો પ્રસાર થાય છે. ભારત હાલ આ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ત્રીજો તબક્કો કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો છે. કોરાનાનો પ્રસાર ધરાવતા દેશોનો પ્રવાસ ન કર્યો હોય અથવા કોરોના ધરાવતી વ્યક્તિના સંપર્કમાં ન આવી હોય તેવી વ્યક્તિને કોરોનાનું નિદાન થાય તો તેને કોમ્યુનિટી ટ્રાન્સમિશન એટલે કે કોરાનાનો ત્રીજો તબક્કો કહે છે.
દેશ હાલ કોરોના વાઇરસના બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. જોકે, હાલમાં એમ કહી શકાય તેમ નથી કે ત્રીજો તબક્કો ક્યારે આવશે. જોકે, ત્રીજો તબક્કો સમાજમાં વ્યાપક સ્તરે કોરોનાના પ્રસારનો હોય છે. ભારતમાં કોરોનાનો ત્રીજો તબક્કો વિનાશક બનવાની આશંકા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TYzoTn
via Latest Gujarati News
0 Comments