હોળીનો તહેવાર તમામ નાગરિકોના જીવનમાં ખુશીઓ લાવેઃ PM મોદી આપી શુભેચ્છા

નવી દિલ્હી, તા. 10 માર્ચ 2020, મંગળવાર

દેશભરમાં હોળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશ હોળીના રંગે રંગાઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદએ ટ્વિટ કરી દેશવાસીઓને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી છે.

પીએમ મોદીએ લખ્યું છે કે, ‘રંગ, ઉમંગ અને આનંદના તહેવાર હોળીના તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. આ તહેવાર તમામ નાગરિકોના જીવનમાં ખુશીઓ લાવે.



વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ હોળી પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

જોકે વડા પ્રધાનથી લઈને રાષ્ટ્રપતિ સુધીના કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને હોળીની ઉજવણીથી દૂર રહેશે. બીજી તરફ આ વખતે અયોધ્યામાં વિવાદના સમાધાન બાદ પહેલી હોળી રમવામાં આવી રહી છે. પૂજારી સત્યેન્દ્ર દાસ અને ઇકબાલ અન્સારીએ સાથે હોળી રમીને ભાઈચારોનો સંદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે PM નરેન્દ્ર મોદી આગામી 17મી માર્ચે બાંગ્લાદેશના પ્રવાસે જવાના હતા, પરંતુ બાંગ્લાદેશમાં કોરોનાના ત્રણ કેસ નોંધાતા PM મોદી જે કાર્યક્રમમાં જવાના હતા તે કાર્યક્રમ જ રદ્ થયો હતો. બાંગ્લાદેશમાં શેખ મુજીબ ઉર રહેમાનની જન્મ શતાબ્દીનો કાર્યક્રમ આગામી 17મી માર્ચે થવાનો હતો, પરંતુ કોરોનાના ત્રણ કેસ નોંધાયા પછી તાકીદની અસરથી મુજીબ યરનો કાર્યક્રમ રદ્ કરાયો હતો. નાગરિકતા કાયદામાં સુધારો થયો તે પછી મોદીનો આ પહેલો બાંગ્લાદેશ પ્રવાસ હતો. એના કારણે આ પ્રવાસ મહત્વનો હતો. બાંગ્લાદેશી ઘૂસણખોરી બાબતે પણ આ મુલાકાત દરમિયાન શેખ હસીના સાથે વાતચીત થાય એવી શક્યતા હતી.

 


  



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cQko1p
via Latest Gujarati News

Post a Comment

0 Comments