15 એપ્રિલથી ફરી દોડતી થઈ જશે ટ્રેનો? રેલવે કરી રહી છે તૈયારી

નવી દિલ્હી, તા.4 એપ્રિલ 2002, શનિવાર

લોકડાઉનના કારણે 21 દિવસ સુધી ટ્રેનો બંધ કરનાર ભારતીય રેલવે 15 એપ્રિલથી પોતાની સેવા ફરી શરુ કરી શકે છે.

સૂત્રોના કહેવા પ્રમાણે રેલવેએ 15 એપ્રિલથી ફરી ટ્રેનો દોડાવવા માટે તૈયારી શરુ કરી છે. રેલવે દ્વારા પોતાના સુરક્ષઆ કર્મચારીઓ, ગાર્ડ, ટીટી તેમજ બીજા અધિકારીઓને 15 એપ્રિલથી પોત પોતાના સ્થળે ફરજ બજાવવા માટે તૈયાર રહેવાનો આદેશ અપાયો છે. ટ્રેનોનુ સંચાલન સરકારની લીલી ઝંડી મળ્યા બાદ જ જોકે શરુ થશે.

રેલવે દ્વારા તમામ પેસેન્જર ટ્રેનોનુ બૂકિંગ તો શરુ કરી દેવામાં આવ્યુ છે.એવુ મનાય છે કે રેલવેના તમામ 17 ઝોનને રેડી રહેવાનો આદેશ અપાયો છે. 15 એપ્રિલથી 80 ટકા ટ્રેનો નિર્ધારીત શીડ્યુલ પ્રમાણે દોડી શકે છે. સ્થાનિક ટ્રેન સેવા પણ શરુ થઈ શકે છે.

સપ્તાહના અંત સુધીમાં તમામ ઝોનને પ્લાન મોકલી આપવામાં આવશે.હાલમાં ભારતમાં 13000 કરતા વધારે ટ્રેનો બંધ છે. જોકે ગૂડઝ ટ્રેનો ચાલી રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wZYmZG
via Latest Gujarati News

Post a Comment

0 Comments