
- નિફટી સ્પોટ ૨૦૬ પોઈન્ટ ઉછળીને ૯૧૮૭ : ઓટોમોબાઈલ શેરોમાં ફરી તેજી
- FPIs/FIIની કેશમાં રૂ.૧૩૨૬ કરોડની ચોખ્ખી વેચવાલી, DIIની કેશમાં રૂ.૮૬૪ કરોડની ચોખ્ખી ખરીદી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ટેલીકોમ એકમ રિલાયન્સ જીઓમાં વૈશ્વિક જાયન્ટ ફેસબુક દ્વારા રૂ.૪૩,૫૭૪ કરોડમાં ૯.૯ ટકા હોલ્ડિંગ ખરીદવાના મેગા એફડીઆઈ ડીલ થતાં આજે ભારતીય શેરબજારોમાં આજે ફંડોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં શેરોમાં ફરી તોફાની તેજી કરી હતી. કોરોના સંકટના પરિણામે વૈશ્વિક બજારોમાં છેલ્લા બે દિવસમાં ક્રુડ ઓઈલના ભાવોમાં ઐતિહાસિક ડિસ્કાઉન્ટ અને વિક્રમી એક દિવસીય ઉછાળા પાછળ અફડાતફડી બોલાઈગયા બાદ આજે ક્રુડ ઓઈલ નાયમેક્ષ વધુ વધીને બેરલ દીઠ ૧૪ ડોલર બોલાઈ ગયું હતું. જ્યારે બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૧૯.૮૦ ડોલર નજીક રહ્ય ુંહતું. પરંતુ વૈશ્વિક શેર બજારોમાં અમેરિકા પાછળ આજે એશીયા અને યુરોપના શેર બજારોમાં ઝડપી સુધારો નોંધાયો હતો. ભારતીય શેર બજારોમાં આજે રિલાયન્સ સાથે બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, એફએમસીજી, આઈટી-સોફટવેર સર્વિસિઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોએ તેજી કરતાં સેન્સેક્સ ૭૪૨.૮૪ પોઈન્ટ ઉછળીને ૩૧૩૭૯.૫૫ અને નિફટી સ્પોટ ૨૦૫.૮૫ પોઈન્ટની છલાંગે ૯૧૮૭.૩૦ બંધ રહ્યા હતા. આ સાથે શેરોમાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ-બજારનું માર્કેટ કેપિટલાઈઝેશન પણ રૂ.૨.૧૬ લાખ કરોડ વધીને રૂ.૧૨૨.૫૮ લાખ કરોડ પહોંચી ગયું હતું. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૧૬ પૈસા નબળો પડીને રૂ.૭૬.૬૭ રહ્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ટેલીકોમ એકમ રિલાયન્સ જીઓમાં વૈશ્વિક જાયન્ટ ફેસબુકે રૂ.૪૩,૫૭૪ કરોડમાં ૯.૯ ટકા હોલ્ડિંગ ખરીદતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં આજે આરંભથી જ ફંડોની તેજીએ શેરનો ભાવ આગલા બંધ રૂ.૧૨૩૬.૦૫ સામે રૂ.૧૩૨૦ ખુલીને ૧૦ ટકાની ઉપલી સર્કિટ લાગી ફરી વધીને રૂ.૧૩૮૪.૭૦ સુધી પહોંચી અંતે રૂ.૧૨૭.૩૦ એટલે કે ૧૦.૩૦ ટકા વધીને રૂ.૧૩૬૩.૩૫ બંધ રહ્યો હતો. આ સાથે આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઈઝેશન એક દિવસમાં રૂ.૯૯,૯૧૪ કરોડ વધીને રૂ.૮,૬૫,૩૧૪ કરોડ પહોંચ્યું હતું. અન્ય ઓઈલ-ગેસ શેરોમાં પેટ્રોનેટ એલએનજી રૂ.૭.૧૦ વધીને રૂ.૨૨૨.૦૫, ગેઈલ રૂ.૧.૭૫ વધીને રૂ.૮૪.૨૦, બીપીસીએલ રૂ.૧.૩૦ વધીને રૂ.૩૫૬.૬૦ રહ્યા હતા.
ક્રુડ ઓઈલના ઘટતાં ભાવ આકર્ષણે ફંડોની ફરી ઓટોમોબાઈલ શેરોમાં લેવાલી નીકળી હતી. અમરરાજા બેટરીઝ રૂ.૪૮.૬૫ ઉછળીને રૂ.૫૫૭.૭૦,એકસાઈડ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫.૯૦ વધીને રૂ.૧૪૭.૨૦, બોશ રૂ.૩૭૬.૩૦ ઉછળીને રૂ.૧૦,૩૮૪.૧૫, મારૂતી સુઝુકી રૂ.૧૮૦.૧૫ વધીને રૂ.૫૧૮૦.૭૦, હીરો મોટોકોર્પ રૂ.૬૧.૧૦ વધીને રૂ.૧૮૮૮.૭૫, ક્યુમિન્સ ઈન્ડિયા રૂ.૧૦.૫૫ વધીને રૂ.૪૧૧.૨૦, બજાજ ઓટો રૂ.૫૮.૯૫ વધીને રૂ.૨૩૮૨.૩૫, આઈશર મોટર્સ રૂ.૧૯૮ વધીને રૂ.૧૩,૬૯૯.૫૫ રહ્યા હતા.
બેંકિંગ શેરોમાં આજે પસંદગીની લેવાલી રહી હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૪.૮૦ વધીને રૂ.૪૧૫.૬૦, એક્સીસ બેંક રૂ.૧૦.૩૦ વધીને રૂ.૪૩૧.૨૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩.૭૦ વધીને રૂ.૧૮૮.૬૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૦.૫૫ વધીને રૂ.૧૧૫૧ રહ્યા હતા. એફએમસીજી શેરોમાં ગોડફ્રે ફિલિપ રૂ.૧૦૦.૮૦ ઉછળીને રૂ.૧૦૪૩, ટાટા કન્ઝયુમર રૂ.૧૭.૭૦ વધીને રૂ.૩૩૦.૧૫, મેરિકો રૂ.૧૨.૭૫ વધીને રૂ.૩૦૮.૮૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૬૪૨.૨૦ વધીને રૂ.૧૭,૬૩૮.૮૫, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૭૦.૩૫ વધીને રૂ.૨૩૮૬.૭૦, બ્રિટાનીયા રૂ.૯૧.૩૦ વધીને રૂ.૨૯૫૨.૨૫, આઈટીસી રૂ.૨.૭૦ વધીને રૂ.૧૮૨.૩૫ રહ્યા હતા. આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં પણ આજે શોર્ટ કવરિંગ થયું હતું. ટીસીએસ રૂ.૩૩.૯૫ વધીને રૂ.૧૭૭૧.૨૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૬.૮૦ વધીને રૂ.૪૬૨.૬૦, ઈન્ફોસીસ રૂ.૯ વધીને રૂ.૬૪૨.૦૫, ટેક મહિન્દ્રા રૂ.૫.૮૦ વધીને રૂ.૫૧૮.૬૦ રહ્યા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VvVj4Q
via Latest Gujarati News
0 Comments