
(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ તા. 22 એપ્રિલ 2020, બુધવાર
મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ(એમસીએક્સ) દ્વારા આ દરમિયાન ૨૦,એપ્રિલના ક્રુડ કોન્ટ્રેક્ટસનું સેટલમેન્ટ પૂર્ણ કર્યાનું જાણવા મળે છે.
એક્સચેન્જ દ્વારા તેના ક્લિયરીંગ મેમ્બરોને રૂ.૨૪૨.૩૨ કરોડનું પે-ઈન અને પે-આઉટ જમા કરી દીધું હોવાનું એક્સચેન્જે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક્સચેન્જ દ્વારા ૨૦,એપ્રિલના એક્સપાઈરીના ક્રુડ કોન્ટ્રેકટ માટે બેરલ દીઠ રૂ.૨૮૮૪ ભાવ નિર્ધારીત કરાતાં મંગળવારના સર્કયુલરથી એમસીએક્સ પર ક્રુડ ઓઈલમાં તેજીનો વેપાર ધરાવનારાને રૂ.૩૩૨ કરોડથી વધુ નુકશાની આવી હતી. બ્રોકરોએ તેમના ગ્રાહકો પાસેથી ૧૦૦ ટકા માર્જિન એકત્ર કરી લીધું હતું.
સોમવારે એક્સપાઈરીના દિવસે કોન્ટ્રેકટ બેરલ દીઠ રૂ.૯૬૫ ભાવથી ઘટીને ઝીરો થઈ જતાં બ્રોકરોનું લોંગ પોઝિશનો ધરાવતા ગ્રાહકોનું સંપૂર્ણ એક્ત્રિત માર્જિન રૂ.૧૦૦ કરોડથી વધુ થતું હતું. જો કે ત્યાર બાદ એક્સચેન્જે નાયમેક્ષ ક્રુડના કોન્ટ્રેકટના ૩૭.૬૩ ડોલર નેગેટીવ-માઈનસ ભાવ ધોરણે ગણતરી કરીને મંગળવારે સેટલમેન્ટ ભાવ રૂ.૨૮૮૪નક્કી કર્યો હતો. જેથી લોંગ પોઝિશનમાં ગ્રાહકો રૂ.૩૩૨ કરોડ જેટલી એક્ત્રિત જવાબદારીમાં અટવાયા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yxLJ8K
via Latest Gujarati News
0 Comments