ભારતના કેટલાક હિસ્સામાં કોરોના ત્રીજા સ્ટેજમાંઃ એમ્સ ડાયરેક્ટર

નવી દિલ્હી, તા.6 એપ્રિલ 2020, સોમવાર

દેશમાં વધી રહેલા કોરોનાના દર્દીઓ વચ્ચે ચિંતાજનક ખબર એ છે કે, કેટલાક વિસ્તારોમાં હવે કોરોનાની મહામારી ત્રીજા સ્ટેજમાં એટલે કે કોમ્યુનિટિ સ્તરે પહોંચી ચુકી છે.

દિલ્હી એમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ હતુ કે, કેટલાક વિસ્તારોમાં કોરોના કોમ્યુનિટી સ્તરે પ્રસરી ચુક્યો છે.જોકે આખા  ભારતની વાત કરવામાં આવે તો હાલમાં દેશ બીજા અને ત્રીજા સ્ટેજની વચ્ચે છે.

તેમણે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, કોરોનાના કારણે સ્થિતિ ચિંતાજનક છે.કારણકે કેટલીક જગ્યાએ દર્દીઓની સંખ્યા અચાનક જ વધી ગઈ છે.કેટલાક વિસ્તારોમાં કોમ્યુનિટી લેવલે તેનો પ્રસાર થયો છે.જેમ કે મુંબઈ.આપણે બીજા અને ત્રીજા સ્ટેજ વચ્ચે છે.દેશના મોટા ભાગના હિસ્સામાં કોરોના બીજા સ્ટે જ પર છે.

ડ઼ોક્ટર ગુલેરિયાએ કહ્યુ હતુ કે, કેટલાક હોટ સ્પોટ એવા છે જ્યાં વાયરસ ત્રીજા સ્ટેજમાં છે.આ જ વિસ્તાર બહાર જો વાયરસને ફેલાતો અટકાવી શકાય તો ચિંતાની વાત નથી.હવે આપણે વધારે સતર્ક રહેવુ પડશે.કારણકે આ બીમારી જે રોકાઈ હતી તે તબલિગી જમાતના કારણે થોડી વધી ગઈ છે.

તેમણે કહ્યુ હતુ કે, જરૃરી છે કે, તબલિગી જમાતના લોકોને ટ્રેસ કરવામાં આવે અને તેમના સંપર્કમાં જે પણ લોકો આવ્યા હતા તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવે.લોકોને જો લાગે કે તેમનામાં કોરોના વાયરસના થોડા પણ લક્ષણ છે તો ઘરની બહાર ના નિકળો અને ઘરમાં જ રહો.

ડો.ગુલેરિયાએ અપીલ કરી હતી કે ડોકટરો પણ વાયરસની ચપેટમાં આવી રહ્યા છે.આથી ભયનો માહોલ છે.માટે લોકો ડોક્ટરોનો સાથ આપે.સ્થિતિ સામાન્ય થતા સમય લાગશે.વાયરસ એટલો જલદી નહી જાય.

   




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XoqbGb
via Latest Gujarati News

Post a Comment

0 Comments