
મુંબઈ,તા.20, એપ્રિલ, 2020, સોમવાર
દેશ સહિત રાજ્યભરમાં કોરોના વિષાણુના દર્દી મોટા પ્રમાણમાં મળી રહ્યાં છે. તેના પર નિયંત્રણ મેળવવા માટે પ્રશાસન દ્વારા વિશેષ ઉપાય યોજનાઓ કરવામાં આવી રહી છે. તે દરમ્યાન જ પુણેની સસૂન હાસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ કોરોનાગ્રસ્ત મહિલાની પ્રસૂતિ થઈ હોઈ મહિલાએ જન્મ આપેલ બાળક એકદમ તંદુરસ્ત અને કોરોનામુક્ત હોવાનું જણાયું છે.
પ્રાપ્ત માહિતીનુસાર, સસુન હાસ્પિટલમાં ખડકીની એક ગર્ભવતી મહિલા કોરોનાગ્રસ્ત હોવાને કારણે દાખલ થઈ હતી. તે મહિલાને ગમે ત્યારે ડિલીવરી થાય તેમ હતું. તેવામાં જ આ બાળકનો જન્મ થયો હોઈ તેના તમામ ટેસ્ટ નેગેટિવ આવતાં તમામ લોકોએ રાહતના શ્વાસ લીધાં છે. સાડાત્રણ કિલોના વજન સાથે જન્મેલ આ નવજાતની તબિયત સારી હોઈ અત્યારે નર્સ તેની સંભાળ લઈ રહી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RTLfRj
via Latest Gujarati News
0 Comments