
મુંબઈ, તા.૨૦
મુંબઈના કોવિદ-૧૯ના દર્દીઓ વધવાની સાથોસાથ કન્ટેનમેન્ટ ઝોન્સની સંખ્યા પણ ઝડપથી વધતી જાય છે. ૩૦મી માર્ચ પહેલાં શરૃમાં ૭૭ કન્ટેનમેન્ટ ઝોન્સ માર્ક કરાયા હતા, જેની સંખ્યા હવે વધીને ૭૨૧ થઈ ગઈ છે. શનિવારે શહેરના ૫૭૫ સ્થળોને કન્ટેનમેન્ટ ઝોન્સ તરીકે તારવાયા હતા. શનિવાર પહેલાં આવા ઝોન્સની સંખ્યા ૪૫૨ હતી.
પાલિકા એવા સ્થળોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરે છે જ્યાં કોવિદ-૧૯ના દર્દીઓ ઉપરાંત હાઈ અને લો રિસ્ક કોન્ટેક્ટસ રહે છે. આવા વિસ્તારમાં આવજા કરવા પર પ્રતિબંધ મુકાય છે.
બીએમસીએ કન્ટેનમેન્ટ ઝોન્સને બ્લુ, ઓરેન્જ અને રેડ એમ ત્રણ કેટેગરીમાં વહેંચી દીધા છે. રહેઠાણો ધરાવતા બિલ્ડીંગોને પહેલી કેટેગરીમાં, જેમને મેનેજ કરી શકાય એવા ગીચ વિસ્તારોને બીજી કેટેગરીમાં અને જેમાં લોકડાઉનનો સખતાઈથી અમલ કરવાની જરૃર હોય એવા ગીચ પોકેટ્સને ત્રીજી કેટેગરીમાં મુકી દેવાયા છે.
કન્ટેનમેન્ટ ઝોન્સને કેટેગરીમાં વહેંચી દેવા પાલિકાના અધિકારીઓને જરૃરી લાગે છે. એને લીધે બીએમસી અને પોલીસ અધિકારીઓને ચોક્કસ અંદાજ આવે છે કે પોતે ક્યા ઝોન માટે કેવા પ્રકારની વ્યવસ્થા રાખવી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VpnLW5
via Latest Gujarati News
0 Comments