
મુંબઈ, તા. 20, એપ્રિલ, 2020, સોમવાર
મુંબઈના ધારાવી અને વરલીમાં એકલાખ જેટલાં લોકોનેમેલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી હાઈડ્રોક્લોરોક્વિન સલ્ફેટ (એચ.સી.ક્યુ.એસ.) આપવી કે કેમ તેની હજી વિચારણા થાય છે.
ગયા શનિવારે મહાનગરપાલિકાના કમિશનર પ્રવીણ પરદેશી આરોગ્ય ખાતાના ઉચ્ચ અધિકારીઓએ તથા રાજ્ય સરકારના ટાસ્કફોર્સના એક અધિકારી વચ્ચે આ બાબતની ચર્ચા કરવા અને કોઈ નિર્ણય લેવા વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.
ગઈ, ૧૭ એપ્રિલ ૨૦૨૦ સુધીમાં મુંબઈમાં ૩૯,૧૧૩ વ્યક્તિઓને દ ફક્ત તેમનાં ઘરમાં જ ક્વોરેન્ટીનમાં રખાયાં છે.
પાલિકાના આરોગ્ય ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. દક્ષા શાહે એવી માહિતી આપી હતી કે કોરોનાની કાળજી રાખવા લોકોને હાઈડ્રોક્લોક્વિન સલ્ફેટ આપવી જોઈએ કે કેમ તે વિશે અમુક તબીબો પા પાડે છે તો કેટલાક ના પાડે છે. આવી દ્વિધાત્મક પરિસ્થિતિમાં અમે તબીબી નિષ્ણાતોનો ખાસ અભિપ્રાય લઈ રહ્યા છીએ. ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે કેવો અભિપ્રાય છે તેની જાણકારી પણ લઈ રહ્યા છીએ. આમ છતાં અમે હાલના તબક્કે તોધારાવીનાં અને વરલીનાં બધા લોકોને મેલેરિયાના દરદીઓને અપાતી આ દવા નહીં આપીએ. જો કે અમુક લોકોને આ દવા આપીને તેમને કોઈ આડઅસર થાય છે કે ફાયદો થાય છે તેનું નિરીક્ષણ કરીશું.
હાઈડ્રોક્લોરોક્વિન સલ્ફેટ દવા હાલ કોરોનાનાં દરદીઓની સારવાર કરતાં તબીબી કર્મચારીઓને અને જાહેર ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓને સુરક્ષાની કાળજીરૃપે અપાય છે. ઉપરાંત કોરોનાનાં બહુ હળવા લક્ષણો ધરાવતાં દરદીઓને પણ આ દવા અપાય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VHOKeI
via Latest Gujarati News
0 Comments